રશિયા-યુક્રેન યુધ્ધ અટકશે ? : ઝેલેન્સ્કીનો પુતિનને ખુલ્લો પત્ર : મંત્રણા માટે તૈયાર | Will the Russia Ukraine war stop : Zelensky’s open letter to Putin: Ready for talks

![]()
– ઝેલેન્સ્કીએ લખ્યું છે : મંત્રણા દરમિયાન યુધ્ધ વિરામ થવો જોઈએ, મંત્રણા કોઇ તટસ્થ દેશમાં જ થવી જોઈએ : પાંચ દેશોનાં નામ આપ્યા
નવી દિલ્હી : ચાર વર્ષમાં પહેલી જ વાર વોલોદીમાર ઝેલેન્સ્કીએ રશિયાના વ્લાદીમીર પુતિનને ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં મંત્રણા કરવા માટે તૈયારી દર્શાવી છે સાથે લખ્યું છે કે, મંત્રણા કોઈ તટસ્થ દેશમાં થવી જોઈએ. ન તો મોસ્કોમાં કે ન તો કીવમાં અને મંત્રણા દરમિયાન યુધ્ધ વિરામ રહેવો જોઈએ. સાથે સામ-સામે વાતચીત કરવા પણ તૈયારી દર્શાવી છે.
પત્રમાં આગળ લખ્યું છે કે, મંત્રણા સ્વિત્ઝર્લેન્ડ, તુર્કીએ કે કોઈ તટસ્થ આરબ દેશમાં યોજાવી જોઈએ. સાથે તેમ પણ જણાવ્યું છે કે, મહત્વના મુદ્દાઓમાં સમાધાન તો બંને દેશોના નેતાઓ જ કરી શકે તેમ છે. તેથી પુતિને કોઈ નિશ્ચિત તારીખ દર્શાવવી પડે.
આ સાથે યુક્રેનના પ્રમુખે તેમ પણ કહ્યું કે, અમેરિકા ઉપર આધાર રાખી હાથ જોડીને બેસી રહ્યાનો કોઇ અર્થ નથી, તેથી ફાયદો નહીં થાય. તેમણે પત્રમાં વધુમાં લખ્યું કે, અમેરિકાનું ધ્યાન અત્યારે ઇરાન પર વધુ છે.
યુક્રેનના પ્રમુખે રશિયાની મર્યાદાઓ પ્રત્યે ધ્યાન દોરતા હોય તેમ કહ્યું કે રશિયાને ભૂમિગત યુધ્ધમાં તો સફળતા મળી નથી. તેથી તો તે બેલાસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરે છે. રશિયા ઇચ્છે છે કે યુદ્ધ એક બે વર્ષ વધુ ચાલે. કારણ કે તો જ તે થોડું ઘણું પ્રાપ્ત કરી શકે. પુતિન તો તેમ ઇચ્છે છે કે બેલોરૂસ પણ આ સંઘર્ષમાં ભાગ બનાવવું જોઈએ. જેથી આ ઉપરાંત રશિયા પોતાના સમર્થકો દ્વારા ટ્રાન્સનીસિયામાં વિષાદ ફેલાવવામાં પોતાના સમર્થકો દ્વારા અશાંતિ ફેલાવી દીધી છે.
ઝેલેન્સ્કીએ વધુમાં જણાવ્યું કે, રશિયા યુધ્ધથી ત્રસ્ત થઈ ગયું છે. હવે તેને યુધ્ધની કિંમત ચૂકવવી પડે છે. યુક્રેન તરફથી થઇ રહેલા ડ્રોન હુમલા વધતી જતી મોંઘવારી અને ઇંધણની અછતને કારણે રશિયા આર્થિક દબાણમાં છે. તે થાકી ગયું છે. ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે ગયા મહિને રશિયાના ૩૦૦૦૦ થી વધુ સૈનિકો કાં તો માર્યા ગયા છે. કાં તો ગંભીર રીતે ઘાયલ છે. સાથે ઝેલેન્સ્કીએ તે પણ સ્વીકાર્યું કે યુક્રેનને પણ ભારે નુકસાન થયું છે.
મંત્રણા માટે અનુરોધ કરતાં યુક્રેનના પ્રમુખે કહ્યું કે, મંત્રણા દરમિયાન સંપૂર્ણ યુધ્ધ-વિરામ રહેવો જોઇએ. ઉપરાંત યુધ્ધ-કેદીઓની પણ અદલા-બદલી થઇ જવી જોઈએ. તેમજ રશિયાની જેલમાં બંધ તેના નાગરિકોની મુક્તિ માટે પણ ઝેલેન્સ્કીએ તે પત્રમાં માગણી કરી છે.
યુક્રેન પ્રમુખે તેના પત્રમાં લખ્યું છે કે દુનિયા યુક્રેનથી નહીં પરંતુ રશિયાથી ત્રાસી ગઈ છે. યુક્રેનને દુનિયાભરના દેશોનું સમર્થન મળી રહ્યું છે અને રશિયા ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે.



