दुनिया

એન્થ્રોપિકે 965 અબજ ડોલરના વેલ્યુએશન સાથે IPOની તૈયારી શરૂ કરી | Anthropic begins preparations for IPO with 965 billion valuation



– એઆઈ સેક્ટરના સૌથી મોટા લિસ્ટિંગની શક્યતા

– 2011માં સ્થાપિત કંપનીના એઆઈ ચેટબોટ ક્લોડનો ઉપયોગ વિશ્વભરની ટોપ કંપનીઓ અને સંસ્થા કરે છે 

ન્યૂ યોર્ક : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેક્ટરની અગ્રણી કંપની એન્થ્રોપિકે અમેરિકાના શેરબજારમાં પ્રવેશ કરવા માટે પહેલું સત્તાવાર પગલું ભર્યું છે. કંપનીએ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ આઈપીઓ માટે ડ્રાફ્ટ દસ્તાવેજો જમા કરાવ્યા છે. એન્થ્રોપિકે આઈપીઓની સાઈઝ, શેરોની સંખ્યા અને ઈશ્યુ કિંમત જાહેર કરી નથી. 

૨૦૧૧માં ઓપનએઆઈના પૂર્વ કર્મચારીઓ દ્વારા સ્થાપિત એન્થ્રોપિક આજે એઆઈ સેક્ટરની સૌથી ચર્ચિત કંપનીઓમાંની એક છે. કંપનીનો એઆઈ ચેટબોટ ક્લોડ વિશ્વભરની ટોપ કંપનીઓ અને મોટી સંસ્થાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. એન્થ્રોપિકે તાજેતરમાં ૬૫ અબજ ડોલરનું નવું ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું હતું. જેના પરિણામે કંપનીનું વેલ્યુએશન આશરે ૯૬૫ અબજ ડોલર થયું છે.  

કંપની ઓપનએઆઈ કરતા પણ આગળ નીકળી ગઈ છે. જાણકારોના મતે, એન્થ્રોપિકનો આઈપીઓ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ચર્ચિત ટેક લિસ્ટિંગ્સમાંનો એક છે. 

આ આઈપીઓ સાથે એન્થ્રોપિક અને ઓપનએઆઈ વચ્ચેની સ્પર્ધા વધુ રસપ્રદ બની છે. બંને કંપનીઓ જનરેટિવ એઆઈ સેક્ટરમાં પ્રભુત્વ મેળવવા હરીફાઈ કરી રહી છે. 



Source link

Related Articles

Back to top button