दुनिया

મિડલ ઈસ્ટ યુદ્ધમાં વધુ એક ભારતીયનું મોત! કુવૈત એરપોર્ટ પર ભીષણ ડ્રોન હુમલામાં 60થી વધુ ઈજાગ્રસ્ત | Kuwait Airport Iranian Drone Attack: 1 Indian Dead And Over 60 Injured



Kuwait Airport Iranian Drone Attack : કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું છે. કુવૈતના સત્તાધિકારીઓએ આ માહિતી આપી છે. આ ઉપરાંત કુવૈતમાં આવેલા ભારતીય દૂતાવાસે પણ આ વાતની પુષ્ટિ કરી છે. કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા ડો. અબ્દુલ્લા અલ-સનદે જણાવ્યું કે, કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલાની ઘટના બાદ અત્યાર સુધીમાં સરકારી હોસ્પિટલોમાં 60 થી વધુ ઘાયલ લોકો આવ્યા છે.

સોશિયલ મીડિયા X પર ભારતીય દૂતાવાસની પોસ્ટ

સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરીને, કુવૈત સ્થિત ભારતીય દૂતાવાસે આજે કુવૈત એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના દુ:ખદ અવસાન પર પોતાની ઘેરી સંવેદના વ્યક્ત કરી છે. દૂતાવાસે જણાવ્યું કે, ‘શોકગ્રસ્ત પરિવારની સાથે-સાથે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તમામ સંભવિત સહાય અને મદદ પૂરી પાડવા માટે કુવૈતના સત્તાધિકારીઓ સાથે સંકલન જાળવવામાં આવી રહ્યુ છે’.

ક્યાં થયો મોટો હુમલો, કેટલા લોકોને ઈજા?

સરકારી સમાચાર એજન્સી KUNAના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયના પ્રવક્તા અબ્દુલ્લા અલ-રાજહીએ જણાવ્યું કે, ‘બુધવારે ઈરાની હુમલાની ચપેટમાં ટર્મિનલ 1 (Terminal 1) આવ્યા બાદ કુવૈતે હવાઈ ટ્રાફિક સ્થગિત કરી દીધો છે. આ હુમલામાં જાન-માલનું નુકસાન થયું છે અને એરપોર્ટની સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે’. જોકે, ભારતીય દૂતાવાસે મૃતક ભારતીય નાગરિક વિશે વધુ વિગતો જાહેર કરી નથી.

ડો. અલ-સનદે જણાવ્યું કે, ‘ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ફરવાનિયા હોસ્પિટલમાં 34 કેસ, જાબેર હોસ્પિટલમાં 17, ઝહરા હોસ્પિટલમાં 5, અલ-અદાન હોસ્પિટલમાં 3, અલ-અમીરી હોસ્પિટલમાં 2 અને અલ-સબાહ હોસ્પિટલ તથા મુબારક અલ-કબીર હોસ્પિટલમાં 1-1 કેસ સામેલ છે. ગંભીર રીતે ઘવાયેલા 7 લોકોની તાત્કાલિક મોટી સર્જરી કરવામાં આવી છે અને આ સિવાય કેટલીક નાની સર્જરી પણ કરવામાં આવી છે. મેડિકલ ટીમો સતત આવા ગંભીર કેસો પર નજર રાખી રહી છે, જેમને ઇન્ટેન્સિવ કેર (ICU) અથવા એડવાન્સ ટ્રીટમેન્ટની જરૂર છે’.



Source link

Related Articles

Back to top button