दुनिया

ક્વેટા ટ્રેન બ્લાસ્ટનો બદલો : પાકિસ્તાની સૈન્યએ બીએલએના 17 લડાકૂઓ ઠાર માર્યાનો દાવો | pakistan army encounters 17 terrorists retaliation quetta train attack bla



Quetta Train Attack: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુરક્ષા દળોએ એક મોટી સૈન્ય કાર્યવાહીને અંજામ આપ્યો છે. સેનાએ ગત અઠવાડિયે થયેલા ઘાતક ટ્રેન હુમલાનો બદલો લેતા બીએલએના 17 લડાકૂઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા બળવાખોરોના ઠેકાણાઓ પરથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો પણ રિકવર કર્યો છે.

પાકિસ્તાની સેનાએ મંગળવારે (2 જૂન) આ સમગ્ર ઓપરેશનની જાણકારી આપી. સેનાએ જણાવ્યું કે બળવાખોરો પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને પહેલાથી તૈયાર કરલા IED પણ જપ્ત કર્યા છે.

પાકિસ્તાની સૈન્યનું કહેવું છે કે, આ વિસ્તારોમાંથી બળવાખોરોનું નામોનિશાન મિટાવી દેવા માટે આ સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે. દેશમાંથી આતંકવાદને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આતંકવાદ વિરોધી અભિયાનને પૂરી રફ્તાર સાથે ચલાવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, 24 મેના રોજ બલુચિસ્તાનની રાજધાની ક્વેટાના લશ્કરી વિસ્તારમાં આતંકવાદીઓએ શટલ ટ્રેન પર બોમ્બથી હુમલો કર્યો હતો. આ ભીષણ બ્લાસ્ટમાં 14 લોકોના મોત થઈ ગયા હતા. આ ટ્રેન બ્લાસ્ટની જવાબદારી પ્રતિબંધિત સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ લીધી હતી.

આ પણ વાંચો: મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે

આ ટ્રેન હુમલા બાદ તરત જ પાકિસ્તાની સુરક્ષા દળ એક્શનમાં આવી ગઈ. સેનાના જણાવ્યા પ્રમાણે ગુપ્ત માહિતીના આધારે બલુચિસ્તાનના મસ્તુંગ, નુશ્કી, ઝેહરી, ખુઝદાર અને કેચ જિલ્લામાં તાબડતોડ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને બળવાખોરોનો આમનો-સામનો થયો. સૈનિકોએ ઘણા બળવાખોરોના ઠેકાણાઓને સંપૂર્ણપણે ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો.

બીએલએના નટવર્કને લાાગ્યો મોટો ઝટકો

સેનાએ જણાવ્યું બંને તરફથી લાંબા સમય સુધી ભારે અને ભીષણ ગોળીબાર થયો. આ એન્કાઉન્ટરમાં 17 BLA આતંકવાદીઓ માર્યા ગયા. સેનાના જણાવ્યા પ્રમાણે આ બળવાખોરોના ખાત્માથી આ વિસ્તારમાં એક્ટિવ આતંકવાદી નેટવર્કને મોટો ઝટકો લાગ્યો છે.



Source link

Related Articles

Back to top button