दुनिया

શું અમર થવા માંગે છે પુતિન? : રશિયાની લેબમાં તૈયાર થઈ રહ્યા છે માણસને હંમેશા યુવાન રાખતા અંગો! | Is Vladimir Putin Seeking Immortality Russia Secretly Developing Anti Aging Human Organs In Labs


Russia Secretly Developing Anti Aging Human Organs In Labs રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 74 વર્ષની ઉંમરે પણ એટલા ફિટ છે કે સોશિયલ મીડિયા પર તેમની ફિટનેસ હંમેશા ચર્ચામાં રહે છે. તેમની ત્વચા અને સ્ફૂર્તિ જોઈને કોઈ કહી ન શકે કે તેઓ 70 નો આંકડો પાર કરી ચૂક્યા છે. પુતિન પોતે પણ માને છે કે વિજ્ઞાનની મદદથી માણસ અમરત્વ અથવા લાંબુ આયુષ્ય મેળવી શકે છે. આ જ સપનાને હકીકત બનાવવા રશિયાની સરકાર અત્યારે એક એવા એન્ટી-એજિંગ (Anti-Aging) પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે સફળ થશે તો માણસ પોતાના થાકેલા કે ઘરડા થયેલા અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરાવીને લાંબા સમય સુધી જીવતો રહી શકશે.

‘ન્યૂ હેલ્થ પ્રિઝર્વેશન ટેક્નોલોજીસ’ મિશન શું છે?

રશિયાના રાષ્ટ્રપતિએ વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરવા માટે 26 અબજ ડોલર (આશરે ₹2.47 લાખ કરોડ) ના ખર્ચે એક મોટો સરકારી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સરકારનો દાવો છે કે આ મિશન દ્વારા આ દાયકાના અંત સુધીમાં આશરે 1.75 લાખ લોકોના જીવ બચાવી શકાશે. ‘દ વોલ સ્ટ્રીટ જર્નલ’ ના અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ લેબમાં કૃત્રિમ માનવ અંગો તૈયાર કરવા, જીન થેરાપી અને અત્યંત ઓછા તાપમાનવાળી ક્રાયોથેરાપી જેવી તકનીકો પર સંશોધન થઈ રહ્યું છે.

રશિયામાં મુખ્યત્વે આ 4 ટેક્નોલોજી પર રિસર્ચ ચાલી રહ્યું છે:

જીન થેરાપી (Gene Therapy): માણસના DNA અથવા જીન્સમાં ફેરફાર કરીને ઘડપણ અટકાવવાનો પ્રયાસ.

3D બાયોપ્રિન્ટિંગ (3D Bioprinting): જીવંત કોષો (Live Cells) ની મદદથી શરીરના અંગો અને ટિશ્યુનું લેબમાં પ્રિન્ટિંગ કરવું.

પેપ્ટાઈડ થેરાપી (Peptide Therapy): કોષોને સક્રિય રાખવા માટે પ્રોટીન જેવા સિન્થેટિક કમ્પાઉન્ડનો ઉપયોગ.

ક્રાયો થેરાપી (Cryotherapy): શરીરને થોડા સમય માટે માઈનસ ડિગ્રી જેવા અત્યંત ઠંડા તાપમાનમાં રાખીને કોલ્ડ થેરાપી આપવી.

શું અમર થવા માંગે છે પુતિન? : રશિયાની લેબમાં તૈયાર થઈ રહ્યા છે માણસને હંમેશા યુવાન રાખતા અંગો! 2 - image

પુતિન અને શી જિનપિંગની ગુપ્ત વાતચીત થઈ ગઈ લીક

સપ્ટેમ્બર 2025માં ચીનમાં યોજાયેલી વિક્ટરી ડે પરેડ દરમિયાન વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની એક ખાનગી વાતચીત હોટ માઇક (ચાલુ માઇક) પર રેકોર્ડ થઈ ગઈ હતી. પુતિને ટ્રાન્સલેટર દ્વારા જિનપિંગને કહ્યું હતું કે, ‘ટેક્નોલોજીમાં જે ઝડપે પ્રગતિ થઈ રહી છે, તે જોતા માણસ પોતાના અંગો સતત બદલીને લાંબા સમય સુધી જીવી શકે છે. લોકો ફરીથી યુવાન થઈ શકે છે અથવા અમર પણ બની શકે છે.’ ત્યારે જિનપિંગે હસીને જવાબ આપ્યો હતો કે, ‘એવો અંદાજ છે કે, આ સદીના અંત સુધીમાં ભવિષ્યમાં લોકો 150 વર્ષ સુધી જીવતા રહી શકશે.’ આ રસપ્રદ વાતચીત વખતે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ ત્યાં હાજર હતા અને બંનેને હસતા હસતા જોઈ રહ્યા હતા.

ઘડપણ સામેની ‘વેક્સિન’ બનાવવાનો દાવો

જેમ સિલિકોન વેલીના અબજોપતિ જેફ બેઝોસ અને સેમ ઓલ્ટમેન એન્ટી-એજિંગ રિસર્ચમાં રોકાણ કરી રહ્યા છે, તેમ જ રશિયા પણ આ બાબતે ખૂબ ગંભીર છે. એપ્રિલ 2026 માં રશિયાની સરકારે જાહેરાત કરી હતી કે, તેમના વૈજ્ઞાનિકો એક એવી જીન-થેરાપી (બુઢાપા વિરોધી રસી) વિકસાવી રહ્યા છે, જે કોષોની ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી દેશે. રશિયાના નાયબ વિજ્ઞાન મંત્રી ડેનિસ સેકિરિન્સ્કીએ 23 એપ્રિલના રોજ દાવો કર્યો હતો કે આ દવા માનવ ઇતિહાસમાં ઘડપણ સામેની લડાઈમાં સૌથી મોટો વળાંક સાબિત થશે.



Source link

Related Articles

Back to top button