दुनिया

નેપાળની નવી કસ્ટમ સીસ્ટમ ફેઈલ : ભારતની સીમા પર મોટરો, ટ્રકો, માલ રીક્ષાનો જમાવડો : દલાલોને ધૂમ કમાણી | Nepal’s new customs system fails: Motorcycles trucks and rickshaws gather at the Indian border



– નેપાળે ભારતથી આવતાં વાહનો માટે ઓનલાઇન ટેમ્પરરી ઈમ્પાર્ટ ઓફ વ્હીકલ સીસ્ટમ લાગુ કરી છે પરંતુ તે બેક ફાયર થઈ રહી છે

નવી દિલ્હી : નેપાળ સરકારે ભારતથી આવતી ગાડીઓ માટે નવી ‘ઓનલાઇન કસ્ટમ્સ’ વ્યવસ્થા હાયર કરી છે તેની અસર બંને બાજુના નાના વેપારીઓ ઉપર પડી રહી છે, જથ્થાબંધ વેપારીઓ ઉપર પણ પડી છે, તેથી આ નિર્ણય ‘બેકફાયર’ થઈ છે, તેમ સ્પષ્ટ લાગે છે. નેપાળ સીમા ઉપર મોટરો, ટ્રકો, માલ રીક્ષાઓનો જમાવડો થાય છે અને તેમને ૩ થી ૪ કલાક રાહ જોવી પડે છે. ટેકનિકલ સહાયતા ઓછી હોવાથી તેમને દલાલોનો સહારો લેવો પડે છે.

નેપાળે તાજેતરમાં જ ભારતમાંથી નેપાળ આવનારા વાહનો માટે ઓનલાઇન ટેમ્પરરી ઈમ્પોર્ટ ઓફ વ્હીકલ્સ (ટીઆઈવી) સીસ્ટીમ લાગુ કરી છે. તે નીચે ભારતમાંથી નેપાળમાં જનારા વાહનોએ વાહનની માહિતી ઓનલાઈન ભરવી પડે છે. કસ્ટમ્સ ટેક્ષ પણ ઓનલાઇન જમા કરવો પડે છે. પછી એક ક્યુઆર કોડ મળે છે જે સીમા પર દર્શાવતાં પ્રવેશ મળે છે.

પહેલાં લોકોએ ચેક પોસ્ટ પર જઈ કાગળીયા ભરવા પડતાં હતાં. પરંતુ સરકારે સંપૂર્ણ પ્રક્રિયા ડીજીટલ કરી નાખી છે. સરકાર કહે છે કે તેથી સીમા ઉપર ભીડ ઓછી થશે પરંતુ તેથી ઉલટું જ થાય છે. આ પગલું ‘બેકફાયર’ થયું છે. નેપાળ સરકાર સમય ઘટાડવા માગતી હતી પરંતુ તેથી ઉલટાનો વધુ સમય જાય છે.

નેપાળી અખબાર ‘રાતો-માટી’ના રીપોર્ટ પ્રમાણે નેપાળના મહોત્તરી જિલ્લાનાં જલેશ્વર સ્થિત માલીવાડા, ભિઠ્ઠામોડ કસ્ટમ પોસ્ટ પર ભારતથી નેપાળ જતી ગાડીઓ, ટ્રકો, માલરીક્ષાઓ તથા ટૂરીસ્ટ બસોને આ કસ્ટમ પ્રક્રિયા પૂરી કરવામાં ૩ થી ૪ કલાક જાય છે. કારણ કે પુરૃં ટેકનીકલ મેનેજમેન્ટથી પૂરતા કર્મચારીઓ પણ નથી જે કર્મચારીઓ છે તેઓ પણ પૂરતા તૈયાર હોતા નથી તેથી લોકોને મુશ્કેલીઓ પડે છે. બિહાર, યુપી વગેરેથી આવતી ગાડીઓના ડ્રાઇવરો કહે છે કે આ ઓનલાઇન સીસ્ટીમ ઘણી જટીલ છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા જટીલ છે. કાર્યાલયો તરફથી પૂરતી સહાય નથી, તેથી ફોર્મ ભરવા અને રજિસ્ટ્રેશન કરાવવા દલાલો ૩૦૦ થી ૫૦૦ રૂપિયા લે છે.



Source link

Related Articles

Back to top button