दुनिया

કુવૈત પર ઇરાનનો જબરજસ્ત હુમલો : મિસાઈલ્સ અને ડ્રોન્સથી વિનાશ વેર્યો : કુવૈતમાં સાયરનો ગર્જી રહી | Iran massive attack on Kuwait: Destruction wreaked by missiles and drones



– શાંતિ-મંત્રણાની સ્મશાન યાત્રા જ બાકી : નિરીક્ષકો

– સોમવારે વહેલી સવારથી જ ઇરાને કુવૈત પર મિસાઈલ્સ અને ડ્રોન્સથી હુમલો કરતાં કુવૈતે એર-ડીફેન્સ સીસ્ટીમ સક્રિય કરી ડ્રોન્સ અને મિસાઈલ્સ હુમલા ખાળી રહ્યું છે

નવીદિલ્હી : ઇરાને સોમવારે વહેલી સવારથી જ કુવૈત ઉપર મિસાઇલ્સ અને ડ્રોન્સથી બોછાર કરી દીધી છે. સમગ્ર કુવૈત દેશમાં સાયરનો ગર્જી ઊઠી છે, કુવૈતી સેનાએ એર-ડીફેન્સ સીસ્ટીમ સક્રીય કરી દીધી છે. જે મિસાઇલ્સ અને ડ્રોન્સના હુમલા ખાળી રહી છે.

અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે (યુ.એસ. સેન્ટકોમે) આ હુમલાની પુષ્ટિ કરી છે. સેન્ટકોમ વધુમાં જણાવે છે કે અમેરિકાએ ઈરાન ઉપર સેલ્ફ ડીફેન્સ સ્ટ્રાઈક્સ શરૂ કરી દીધી છે. ઈરાને આંતરરાષ્ટ્રીય જલક્ષેત્રમાં અમેરિકાનું એમ-ક્યુ-૧ ડ્રોન પાડી દીધું હતું. તેના જવાબમાં આ કાર્યવાહી થઈ રહી છે.

સેન્ટકોમે વધુમાં જણાવ્યું કે આવા હુમલા શનિવાર અને રવિવારે પણ કરવામાં આવ્યા હતા. દરમિયાન અમેરિકી ફાયટર એરક્રાફટે ઈરાનની એર-ડીફેન્સ સીસ્ટીમ ગ્રાઉન્ડ કંન્ટ્રોલ સ્ટેશન અને બે વન-વે એટેક-ડ્રોન્સને પાડી દીધાં છે. સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના તોરૂક વિસ્તાર અને કેશ્મ-ટાપુને હવે નિશાન બનાવ્યા છે, તથા રેડીટ અને ડ્રોન કમાન્ડ એન્ડ કંટ્રોલ સાઈટ્સને નીશાન બનાવી છે. અમેરિકાએ તેને મેઝર્ડ-સ્ટ્રાઈક કહી છે.

અમેરિકા-ઇરાન શાંતિ મંત્રણા ફેઈલ થતી જોતાં ઇઝરાયલે હીઝબુલ્લાહનાં અનેક મથકો ઉપર હુમલા શરૂ કરી દીધા છે. 

આ બધું જોતા નિરીક્ષકો કહે છે કે હવે અમેરિકા-ઈરાનની શાંતિ-મંત્રણાની સ્મશાન યાત્રા જ નીકળવાની બાકી રહી છે.



Source link

Related Articles

Back to top button