રશિયાના ઉર્જા મથકો પર યુક્રેનનો 300 ડ્રોનથી ભીષણ હુમલો | Ukraine launches massive attack on Russian energy facilities with 300 drones

![]()
રશિયાએ યુક્રેનની રિફાઈનરીને નિશાન બનાવી
ક્રેમલિનનાં કબજાવાળા એક મુખ્ય પરમાણુ સંયત્ર પર હુમલો કરાયાનાં રશિયાનાં દાવાને યુક્રેને ફગાવ્યો
મોસ્કો: યુક્રેને રાતે રશિયાનાં ઉર્જા સ્થળોને નિશાન બનાવી હુમલા કર્યા હતાં તેમ રશિયન અધિકારીઓ અને મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. બીજી તરફ યુક્રેને રશિયાનાં એ દાવાઓને ફગાવી દીધા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેનનાં ડ્રોને ક્રેમલિનનાં કબજાવાળા એક મુખ્ય પરમાણુ સંયત્ર પર હુમલો કર્યો હતો.
યુક્રેનનાં એરફોર્સનાં જણાવ્યા અનુસાર તેણે રશિયા દ્વારા સમગ્ર રાતમાં છોડવામાં આવેલા ૨૯૯ ડ્રોનમાંથી ૨૧૨ ડ્રોનને તોડી પાડયા હતાં. તેણે જણાવ્યું હતું કે ૧૪ ડ્રોન તેનાં લક્ષ્યાંકો સુધી પહોંચવામાં સફળ રહ્યાં હતાં જ્યારે ડ્રોનોનો કાટમાળ પાંચ અલગ અલગ જગ્યાઓ પર પડયો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન ડ્રોનોએ નિપ્રો શહેર અને રિવ્ને ક્ષેત્રમાં સ્થિત એક ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો. જેનાં કારણે ત્યાં આગ લાગી હતી.
રિવ્ને ક્ષેત્રીય વહીવટી તંત્રનાં પ્રમુખ ઓલેક્સેન્ડર કોવલે જણાવ્યું હતું કે રિફાઇનરીમાં કોઇને ઇજા થઇ નથી. ઇમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
ગર્વનર યુરી સ્લ્યુસરે જણાવ્યું હતું કે ડ્રોનોનો કાટમાળ પડવાથી રશિયાનાં દક્ષિણ પશ્ચિમી રોસ્તોવ ક્ષેત્રમાં આવેલ એક ઇંધણ ભંડાર કેન્દ્રમાં આગ લાગી હતી. તેમણે જણાવ્યું હતું કે આસપાસનાં ઘરોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે.
ગવર્નર રોમન બુસાગિર્નનાં આ ડ્રોનોએ રશિયાનાં દક્ષિણ પશ્ચિમી વિસ્તારમાં આવેલ સારોતાવ પ્રાંતમાં સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રકચરને પણ નુકસાન પહોંચાડયું છે.



