दुनिया

ઇરાનનું નવું શસ્ત્ર : ‘આરાશ-એ-કમાનગીર’ જેણે અમેરિકાનાં 240 કરોડ રૂ.નું ડ્રોન તોડી પાડયું : તે શસ્ત્ર કેવું છે ? | Iran new weapon: Arash e Kamangir which shot down an American drone worth Rs 240 crore



– ઈરાનની સરકારી સમાચાર એજન્સી ફાર્સનાં જણાવ્યા મુજબ ઈરાને તેના કેશ્મા ટાપુ પાસે આ નવી એર-ડીફેન્સ સીસ્ટીમનો ઉપયોગ કર્યો હતો

નવીદિલ્હી : ઇરાનની ફારસી પૌરાણિક કથાઓ પ્રમાણે ”આરાશ-એ-કમાનગીર”નો અર્થ ‘તીરંદાજ’ તેવો થાય છે. તે નામક એક ઘાતક શસ્ત્ર ઈરાને બનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઈરાનનો દાવો છે કે તેણે આ નવાં શસ્ત્રની મદદથી અમેરિકાનાં અત્યંત આધુનિક અને આશરે ૩૦ મિલિયન ડૉલર (લગભગ ૨૫૦ કરોડ રૂપિયા)ની કિંમતનું ડ્રોન વિમાન તોડી પાડયું હતું. તે એમ-ક્યુ-૯ રીપર ડ્રોન હતું.

છેલ્લાં કેટલાક મહિનાઓથી ઈરાનનાં સૈન્ય મથકો અને ઇન્ફ્રા સ્ટ્રકચર્સ પર હુમલો થઈ રહ્યાં છે. તેથી તેમ મનાતું હતું કે તેની તાકાત તૂટી ગઈ છે. પરંતુ હોર્મુઝ સ્ટ્રેઈટસની પાસે અમેરિકાનું અતિ આધુનિક ડ્રોન વિમાન તોડી પાડયું હતું. તે માટે તેણે ‘આરાશ-એ-કમાનગીર’ નામક આધુનિક પ્રક્ષેપ શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો.

ઈરાનની પૌરાણિક કથાઓ અને લોકકથા પ્રમાણે આરાશ એક મહાન નાયક હતો. તેણે વિદેશી આક્રમણકારીઓ સામે ઈરાનનાં સંરક્ષણ માટે પોતાનો જીવ દાવ ઉપર લગાડી દીધો હતો. અને તેણે એવું તીર બનાવ્યું કે જેણે ઈરાન અને મધ્ય એશિયાની સીમા પાર કરી હતી. કમાનગીર એટલે ધનુષધારી, પૌરાણિક કથા પ્રમાણે આ મહાન ધનુષધારી મૂળ તો આર્યવંશી હતો. (ઈરાનીઓ બધા જ આર્યવંશી છે.)

સંરક્ષણ નિષ્ણાંતોના કહેવા મુજબ આ નવું શસ્ત્ર તે આધુનિક શસ્ત્રો પૈકીનું એક છે. તે વોઈટમાં (હવામાં તરતાં) કે ટૂંકા અંતરના મિસાઈલ પ્લેટફોર્મ ઉપરથી પણ છોડી શકાય છે.

સંરક્ષણ તજજ્ઞા એલેક્સ આલ્બડોનાં જણાવ્યા પ્રમાણે આ સીસ્ટીમની સૌથી મહત્ત્વની ખાસિયત તે છે કે તે દુશ્મનને પકડવા સાથે પરંપરાગત રેડાર ગાઈડન્સ પર નિર્ભર રહેતું નથી. તેથી અમેરિકી ડ્રોન ડીફેન્સ સીસ્ટીમ તેને પકડી શકી નહીં ઉલટાનું તે શસ્ત્ર અમેરિકી ડ્રોનને તોડી પાડી શક્યું.



Source link

Related Articles

Back to top button