સોનાની લાલચમાં સેંકડો ફીટ ઊંડી ગુફામાં 9 દિવસથી 7 ગ્રામજનો ફસાયા : બહાર કાઢવા મુશ્કેલ બન્યું છે | 7 villagers trapped in a cave hundreds of feet deep for 9 days in the lure of gold

![]()
– જીવનમાં સૌથી કિંમતી ચીજ જીવન ખુદ છે
– ફસાયેલા સાત પૈકી પાંચ હજી જીવંત હોવાની આશા છે : બેનો પત્તો નથી પેલા પાંચને પણ તત્કાળ બહાર નહીં કઢાય તો તકલીફ થશે
વિયેનિયોન : સોનાની શોધમાં નીકળેલા ૭ લાયોશ્યનન્સને કલ્પના પણ ન હતી કે આ મુસાફરી તેમને મોતની જાળમાં ફસાવી દેશે, તેઓ સોનું શોધવા એક ઊંડી ગુફામાં ઉતર્યા, ત્યાં અચાનક પૂર આવતાં તેમાં પાણી ભરાઈ ગયું. કેટલાએ દિવસો સુધી અંદર ફસાયેલાઓને બચાવવા રેસ્ક્યુ ટીમ પ્રયત્નો કરી રહી છે. પરંતુ વરસાદ તેમની મુશ્કેલી વધારી રહ્યો છે. રેસ્ક્યુ ટીમે પાંચ જણા હજી જીવતા હોવાનું જણાવ્યું હતું પરંતુ બીજા બેનો કોઈ પત્તો નથી. ઉપરાંત જે હજી પણ જીવિત હોવાનું મનાય છે, તેમને પણ બહાર કાઢવા મુશ્કેલ બન્યું છે.
ઉત્તરે ચીન, દક્ષિણે કમ્બોડીયા, પૂર્વે વિયેતનામ અને પશ્ચિમે થાઈલેન્ડમાં લેન્ડ-લોકડ થઈ રહેલો આ દેશ વનાચ્છાદિત પર્વતો ભરેલો છે. મહાગંગા – મેકોંગ નદી તેને પૂર્વમાં વિયેતનામથી અલગ પાડે છે. આવા આ દેશમાં ૨૦મી મેથી સાત જણા એક ગુફામાં ફસાયેલા રહ્યા હતા જે પૈકી ભૂખ-તરસ કે સર્પદંશથી બેના મૃત્યુ થયા છે.
આ ગુફા દેશના સાઇસોમ્બૂન પ્રાંતમાં આવેલી છે. ગુફામાં પાણી ભરાઈ ગયું છે તેથી વિદેશી ‘ગોતાખોર’ (ડૂબકી મારનાર)ને પણ બોલાવાયા છે તેમાં ફીનલેન્ડના ડૂબકી મારનાર તથા થાઈલેન્ડની ‘વાઈલ્ડ-બોર્સ’ નામક ફૂટબોલ ટીમને પૂરમાંથી બચાવનાર ફિનલેન્ડના ડૂબકી મારનારાઓ પણ સામેલ છે. ફિનલેન્ડની ટુકડીના નેતા મિક્કો પાસીએ બુધવારે કહ્યું હતું કે, તેઓ સમયની સામે લડી રહ્યા છે. વાસ્તવમાં આ ખાણ એક સમયે પડતી મુકવામાં આવી હતી, છતાં પણ તેમાં કદાચ હજી પણ સોનું મળી શકે તે લાલચમાં આ સાતે અંદર ગયા હતા. પરંતુ તેઓ ભૂલી ગયા કે સોનું પૈસા આપી શકે, જીવન નહીં. જીવનમાં સૌથી કિંમતી ચીજ હોય તો તે જીવન ખુદ છે.



