યુએસની H-1B વિઝા લોટરીમાં ચાર વખત નિષ્ફળતા છતાં ગ્રીન કાર્ડ મળ્યું | Got a green card despite failing four times in US H 1B visa lottery

![]()
નેપાળના ટેક પ્રોફેશનલનો વાયરલ કિસ્સો
આ સફરમાં ગૂગલની રૂપિયા 2.8 કરોડના વાર્ષિક પેકેજવાળી નોકરી છોડવાનો પણ વારો આવ્યો હતો
વોશિંગ્ટન: અમેરિકામાં કામ કરવાનું સપનું અનેક યુવાનો જોતા હોય છે, પરંતુ ત્યાં પહોંચ્યા પછી પણ વિઝા અને ગ્રીન કાર્ડની અનિશ્ચિતતા ઘણા લોકો માટે મોટી મુશ્કેલી બની જાય છે. નેપાળમાં જન્મેલા ટેક પ્રોફેશનલની આવી જ કહાણી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. રિપોર્ટ મુજબ, પ્રતીક કાર્કી નામનો ટેકી ચાર વખત અમેરિકાની લ્લ-૧મ્ વિઝા લોટરીમાં નિષ્ફળ ગયો હતો. આ દરમિયાન તેણે ગૂગલમાં મળતી આશરે રૂપિયા ૨.૮ કરોડના વાષક પેકેજવાળી નોકરી પણ છોડી દીધી હતી. તેમ છતાં અંતે તેણે ગ્રીન કાર્ડ મેળવવામાં સફળતા મેળવી.
તેણે વાયરલ પોસ્ટમાં જણાવ્યું કે લ્લ-૧મ્ લોટરીમાં સતત નિષ્ફળતા મળવાથી ભવિષ્ય અંગે ભારે અનિશ્ચિતતા ઉભી થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની લ્લ-૧મ્ વિઝા સિસ્ટમ હેઠળ દર વર્ષે લાખો લોકો અરજી કરે છે, પરંતુ મર્યાદિત સંખ્યામાં જ પસંદગી થતી હોવાથી ઘણા કુશળ પ્રોફેશનલ્સ વર્ષો સુધી રાહ જોતા રહે છે.ગૂગલ જેવી મોટી કંપનીમાં ઉચ્ચ પગારની નોકરી હોવા છતાં વિઝાની અનિશ્ચિતતાએ જીવનને તણાવપૂર્ણ બનાવી દીધું હતું. અંતે તેણે નોકરી છોડીને અલગ માર્ગ પસંદ કરવાનો નિર્ણય લીધો. ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા માત્ર કાનૂની નહીં પરંતુ માનસિક રીતે પણ અત્યંત મુશ્કેલ હોય છે. સતત બદલાતા નિયમો, લાંબી રાહ અને કારકિર્દી અંગેની અનિશ્ચિતતા વચ્ચે પણ તેણે હાર માની નહોતી.આ આખી સફર તેણે સોશિયલ મીડિયા પર શેર કરતાં હજારો લોકોએ તેની પ્રશંસા કરી હતી. ખાસ કરીને દક્ષિણ એશિયાઈ ટેક પ્રોફેશનલ્સ વચ્ચે આ કહાણી ખૂબ ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે પ્રતીકની ધીરજ અને જોખમ લેવાની હિંમતને પ્રેરણારૂપ ગણાવી હતી.
નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકામાં હાલમાં હજારો ભારતીય અને દક્ષિણ એશિયાઈ ટેક પ્રોફેશનલ્સ વર્ષો સુધી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. કેટલાક કેસોમાં આ પ્રક્રિયા દાયકાઓ સુધી ચાલે છે.



