दुनिया

રાજકીય વિરોધી ચીનમાંથી નાસી 30 કલાકની સમુદ્ર સફર રબ્બર બોટ દ્વારા કરી દ. કોરિયા પહોંચ્યો | Political dissident flees China makes 30 hour sea voyage by rubber boat to South Korea



આશ્રય લેવા માટે ચીનમાંથી રોજે રોજ દક્ષિણ કોરિયામાં અરજીઓ આવે છે : જે નકારાઈ રહી છે : તેથી અરજી કર્યા સિવાય જ ડોંગ દ. કોરિયા પહોંચ્યો

સીઉલ: ચીનમાં સતત થઇ રહેલી રાજકીય પજવણીથી બચવા ચીનની ભૂમિ છોડી એક રબ્બરની ડીંજી (નાની બોટ)માં બેસી ૬૮ વર્ષનો ડોંગ ગુઆંગવિંગ ૩૦ કલાકની સમુદ્ર સફર ખેડી દક્ષિણ કોરિયા પહોંચી ગયો હતો.

આ ડોંગ ગુઆંગે એક પોલીસ ઓફીસર હતો, તેને તેની નિવૃત્તિબાદની રાજકીય પ્રવૃત્તિઓ માટે અનેક વખત જેલમાં મોકલી દેવાયો હતો. ઉપરાંત દેશ છોડી નાસી જવાના તેના કેટલાયે પ્રયત્નો પકડાઈ જતાં તેને જેલ ભેગો કરવામાં આવ્યો હતો.

મૂળ હકીકત તે જાણવા મળી છે કે ડોંગ પોલીસ અધિકારી હતો ત્યારે જ તે ચીનની સામ્યવાદી સરકાર દ્વારા અનેક નિર્દોષોને પણ નાના એવા વિરોધ માટે જેલભેગા કરાતા જોયા હતા.

તે સર્વવિવિદ છે કે ચીનમાં માઓ ત્સે તુંગના સમયથી સરકારની ટીકા કરનારને જેલમાં ધકેલી દેવામાં આવે છે. ડોંગ કદાચ ચીન સરકારની આ જોહુક્મીથી ત્રાસી ગયો હશે. તેથી તેણે ચીન છોડવા પ્રયત્નો કર્યા હશે.

તેના આ છેલ્લા પ્રયત્ન પહેલા તેણે દેશ છોડી નાસી જવા કરેલા પ્રયત્નોને લીધે તેને વારંવાર જેલ જાત્રા વેઠવી પડી હતી. તેથી આ વખતે તેણે રબ્બરની નાની હોડીમાં બેસી દક્ષિણ કોરિયા પહોંચી જવા નિર્ણય કર્યો અને ૩૦ કલાકની સમુદ્ર સફર કરી દક્ષિણ કોરિયા પહોંચ્યો છે.

ચીનની શી જિનપિંગની સામ્યવાદી સરકાર અંગે કહેવાય છે કે ત્યાં કોઈ પણ પ્રકારનો રાજકીય વિરોધ ચલાવી લેવામાં આવતો નથી. તેથી રોજે રોજ કેટલીયે અરજીઓ આશ્રય મેળવવા માટે દક્ષિણ કોરિયામાં આવે છે. પરંતુ દક્ષિણ કોરિયા તે રિજેક્ટ કરે છે. આથી ડોંગ ગુઆંગ પિંગે અરજી કર્યા સિવાય જ તોફાની સમુદ્રમાં ડીંજી લઇ ઝંપલાવી દીધું અને દક્ષિણ કોરિયા પહોંચી ગયો.



Source link

Related Articles

Back to top button