दुनिया

અહીંથી ચાલ્યા જાવ (અપશબ્દો) : અમેરિકામાં ભારતીયો સાથે દુર્વ્યવહાર : ખુલ્લે આમ ગાળ ગલોચ કરવામાં આવ્યાં | Get out of here expletive : Mistreatment of Indians in America: Openly abused and slandered



ભારતીય મૂળના લોકોએ આ વીડિયો અંગે વિદેશમંત્રી માર્કો રૂબિઓ પાસે જવાબ માગ્યો કે ઃ યુ.એસ.માં ભારતીયો સાથે જાતિભેદ શા માટે કરાય છે ?

ન્યુયોર્ક: અમેરિકામાં વિદેશમંત્રી માર્કો રૂબિઓને યુ.એસ.માં ભારતીયો ઉપર જાતિભેદને થતા હુમલાઓની માહિતી નહીં હોય પરંતુ હકીકત તેથી બદલાતી નથી. તાજેતરમાં જ એક ભારતીય યુગલને એક અમેરિકી શખ્સે સોશ્યલ મીડીયા પર અપશબ્દો કહેતાં તેમને અમેરિકા છોડી ચાલ્યા જવાનું કહેતા એક વિડીયો વાયરલ થઈ ગયો છે. તેમાં એક અમેરિકન ભારતીય યુગલને અપશબ્દો કહેતો જોવા મળે છે. સાથે કહે છે કે તમે (અપશબ્દો) અમેરિકા છોડી ચાલ્યા જાવ.

વિડીયોમાં અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીયો પ્રત્યે ભારોભાર ધૃણા દેખાઈ આવે છે. આથી ભારતીયોમાં ગુસ્સો વ્યાપી રહ્યો છે. આ ઘટનાની હકીકત તેવી છે કે : આ વિડીયોમાં પહેલાં એક ભારતીય યુગલ દેખાય છે તેઓ તેમના કામમાં મગ્ન છે માટે પાછળથી અવાજ આવે છે જેમાં કોઈ પણ ઉશ્કેરણી વીના એક શખ્સ તે યુગલને અપશબ્દો કહેવાનું શરૂ કરે છે તે સમયે તે તેની કારમાં બેઠેલો દેખાય છે પરંતુ તેનું મુખ દેખાતું નથી. તે બીજી ગાડીમાં બેઠેલાં ભારતીય યુગલને પૂછપરછ કરવી શરૂ કરે છે તેમાં પહેલાં તો તે સામાન્ય સવાલો પૂછે છે. પછી અપશબ્દો કહેવાનું શરૂ કરે છે. તે પૂછે છે કે તમે ભારતથી આવ્યા છો ? શું ભારત અમેરિકા કરતાં વધુ સારૂં છે ? તમે અમેરિકામાં શું કરો છો ? ત્યારે તે યુગલ ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપતું દેખાય છે કે અમે દુનિયા એક્સપોર કરવા આવ્યા છીએ આથી તે શખ્સ ચિડાઈને કહે છે ના, અમે તમને અહીં જોવા માગતા નથી. તમે તમારે ઘરે ચાલ્યા જાવ. (અપશબ્દો) પરંતુ ભારતીય યુગલે જરા પણ ધૈર્ય ગુમાવ્યું નહીં અને શાલીનતાથી જવાબ આપ્યા.

આ વિડીયો વાયરલ થતાં કેટલાએ (૧ લાખથી વધુ) નેટિઝન્સે કહ્યું : અમેરિકા જ મૂળ તેમનો દેશ નથી, તેઓ બીજેથી આવીને અહીં વસેલા છે. (અમેરિકા મૂળ તો રેડ ઇન્ડિયન્સનો દેશ છે.)

આ ઘટના પછી કેટલાયે નેટિઝન્સે માર્કો રૂબિઓને પૂછ્યું કે તમે કહો છો યુ.એસ.માં જાતિભેદ નથી તો ભારતીયો પ્રત્યે શા માટે મતભેદ રખાય છે ?



Source link

Related Articles

Back to top button