ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી અમેરિકા સૈન્ય પાછું ખેંચે, તો ઈરાન હોર્મુઝનો જળમાર્ગ ખોલવા તૈયાર | Iran Proposes Hormuz Strait Opening If US Military Withdraws From Region

![]()
Iran’s Deal for Hormuz: ઈરાને દાવો કર્યો છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અમેરિકા સાથેના સમજૂતી કરાર(MoU)નો મુસદ્દો તૈયાર કરી દેવાયો છે. ઈરાનના સરકારી ટેલિવિઝનના અહેવાલ અનુસાર, જો અમેરિકન સૈન્ય ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પાછું ખેંચાય, તો આ વિસ્તારમાં વ્યાપારી જહાજોની અવરજવર ફરી સામાન્ય થઈ શકે છે.
..તો અમે હોર્મુઝ ખોલવા તૈયાર
રોઇટર્સના અહેવાલ પ્રમાણે, આ કરાર હેઠળ જો અમેરિકા ઈરાનની સરહદોની નજીકથી પોતાના સૈન્ય દળોને હટાવી લે અને નૌકાદળની નાકાબંધી હટાવી દે, તો આગામી એક મહિનાની અંદર હોર્મુઝનો જળમાર્ગનો શિપિંગ ટ્રાફિક યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી શકે છે.
ડીલમાં ઓમાનનો પણ ઉલ્લેખ
જો કે, હાલ સૈન્ય જહાજોને આ મુક્તિમાંથી બાકાત રખાયા છે. આ યોજનામાં વેપારી જહાજોના સંચાલનની જવાબદારી ઓમાનના સહયોગથી ઈરાન જ સંભાળશે તેવી વ્યાપક રૂપરેખા તૈયાર કરાઈ છે. જો કે, અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે, અનૌપચારિક માળખાને હજી આખરી ઓપ અપાયો નથી જ્યાં સુધી ઠોસ ખાતરી (ટેન્જિબલ વેરિફિકેશન) ના મળે, ત્યાં સુધી ઈરાન આ દિશામાં કોઈ પગલું ભરશે નહીં.



