मनोरंजन

કાંતારા વિવાદમાં આખરે રણવીરે ચામુંડેશ્વરી દેવીની માફી માગી | Ranveer finally apologizes Chamundeshwari Devi in ​​Kantara controversy



– મંદિરે જશે તેવી હાઈકોર્ટને ખાતરી આપી હતી

– ફિલ્મ ફેડરેશન દ્વારા પ્રતિબંધની ચર્ચાઓ વચ્ચે દેવીનાં મંદિરે પહોંચ્યો

મુંબઇ : ‘કાંતારા ચેપ્ટર વન’  ફિલ્મને લગતા મીમીક્રીના વિવાદમાં આખરે રણવીરે ચામુંડેશ્વરી દેવીનાં મંદિરે જઈ માફી માગી  લીધી છે. રણવીર વહેલી સવારે મૈસુર પાસે  આવેલાં મંદિરે  પહોંચ્યો હતો અને પૂજા વિધિ કરી દેવીની માફી  માગી હતી. 

ફરહાન અખ્તરની ફિલ્મ ‘ડોન’ છોડી દેવા બદલ રણવીર પર  ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ દ્વારા પ્રતિબંધ લગાવાયો છે અને ફિલ્મ મેકિંગને લગતાં જુદાં જુદાં ૩૦ એસોસિએશનોને રણવીરની ફિલ્મ માટે કામ નહિ કરવા જણાવાયુું છે. જોકે, રણવીરની ‘ડોન થ્રી’ના વિવાદના સંદર્ભમાં નહી પરંતુ ‘કાંતારા ચેપ્ટર વન’ના મીમીક્રી વિવાદને  થાળે પાડવા માટે ચામુંડેશ્વરી દેવી મંદિરે ગયો હતો. 

‘કાંતારા ચેપ્ટર વન’ ફિલ્મમાં ઋષભ શેટ્ટીની એક્ટિંગની પ્રશંસા કરવા જતાં રણવીરે તેની મીમીક્રી કરી હતી. તેના કારણે દેવીદેવતાઓનું અપમાન થયાની ફરિયાદ તેના વિરુદ્ધ થઈ હતી. આ બાબતે કર્ણાટક હાઈકોર્ટમાં કેસ ચાલ્યો હતો. રણવીરે હાઈકોર્ટમાં માફીનામું લખી આપ્યું  હતું અને સાથે સાથે કોર્ટને એવી બાંહેધરી  પણ આપી હતી કે પોતે ચામુંડેશ્વરી  દેવીના મંદિરે જઈને માફી માગશે. 



Source link

Related Articles

Back to top button