दुनिया

ઇરાનના મોજતબા ખામેનીને કોઈ અજ્ઞાત સ્થળે છુપાવ્યા છે : કુરિયર ચેઇન દ્વારા આદેશો મોકલે છે | Iran’s Mojtaba Khamenei is hidden in an unknown location: Sending orders through a courier chain



– ઇરાનના ટોચના અધિકારીઓ દિવસોથી બંકરોમાં જ રહ્યા છે

– ખામેની એવા અજ્ઞાત સ્થળે છે કે જેની ઇરાનના ટોચના અધિકારીઓને પણ ખબર નથી : સીધો સંપર્ક સાધી શકતા નથી : કુરિયર ચેઇન દ્વારા આદેશ મોકલતા રહે છે

વૉશિંગ્ટન : ઇરાનના સર્વોચ્ચ નેતાને કોઈ અજ્ઞાત સ્થળે છૂપાવી રખાયા છે. બહારની કોઈપણ વ્યક્તિને તેમના સ્થળની માહિતી નથી.

આ પરિસ્થિતિથી જ્ઞાત તેવા અમેરિકી અધિકારીઓને ટાંકતા સીબીએસ ન્યૂઝ એજન્સી જણાવે છે કે, તેઓને કુરિયર્સની ચેઇન દ્વારા બહારની ઘટનાઓની માહિતી મોકલાઈ રહી છે. તે ઉપરથી તેઓ તેમના આદેશો કુરિયર- ચેઇન દ્વારા બહાર મોકલે છે.

આ માહિતી આપતા સીબીએસ જણાવે છે કે, ઇરાન- અમેરિકા સમજૂતી સધાવામાં ઇરાનની આ પદ્ધતિ જ સૌથી મોટા અવરોધરૂપ બની રહી છે.

આથી વધુ કોઈ પણ માહિતી આપવાનો વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો.

જો કે, તેવું પણ જાણવા મળ્યું છે કે, ઇરાનના આ સર્વોચ્ચ નેતા, અસામાન્ય સાવચેતી પણ રાખે છે. ઇરાન સરકારના કે ઇરાનની સેનાના ટોચના અધિકારીઓને પણ તેઓ ક્યાં છે તેની માહિતી નથી. તેઓ ખામેનીનો સીધો સંપર્ક સાધી શકે તેમ નથી. તેઓ જે માહિતી મોકલે છે અને તે અંગે, ખામેની જે આદેશો આપે છે તે કુરિયર્સની ચેઇન દ્વારા જ આપ-લે કરાય છે.

આ અહેવાલ વધુમાં જણાવે છે કે, ખામેની તો અજ્ઞાત સ્થળે ભૂગર્ભમાં જ રહ્યા છે પરંતુ ઇરાનના કેટલાક ટોચના નેતાઓ પણ ભૂગર્ભમાં રાખેલા બંકરોમાં રહે છે. તેઓએ દિવસોથી દિવસનો પ્રકાશ જોયો નહીં હોય. તેટલું જ નહીં પરંતુ તેઓ પરસ્પર સાથે વાતચીત પણ કરતા નથી. માત્ર અને માત્ર અનિવાર્ય જરૂરિયાત હો ત્યારે વાતચીત કરે છે.

નિરીક્ષકો કહે છે કે, આ સંયોગોમાં ઇરાનની જલ, થલ અને વાયુ સેના સંભવત: પોતાની મેળે જ કામ કરતી હોવા સંભવ છે. તે સંયોગોમાં અમેરિકા-ઇઝરાયલ સાથે સમજૂતી સાધવાની શક્યતાઓ દૂર ને દૂર જતી રહી છે.



Source link

Related Articles

Back to top button