दुनिया
ઓપનએઆઈ ગણિતના સૌથી અઘરા સવાલના ઉકેલની એકદમ નજીક પહોંચ્યું


– 80 વર્ષ જૂના એર્ડોસ પ્રોબ્લેમનું ‘AI સોલ્યુશન’
– જાણીતી ગણિતજ્ઞા ટેરેન્સ તાઓએ આ ઘટનાને ગણિતના ઈતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવી
કેલિફોર્નિયા : છેલ્લા ઘણા સમયથી એઆઈની ક્ષમતાઓમાં વધારો થઈ રહ્યો છે. તેની નવી સિદ્ધિએ ગણિતજ્ઞાોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ઓપનએઆઈના એઆઈ મોડલે ૮૦ વર્ષથી મૂંઝવતા ગણિતના સૌથી અઘરા સવાલના ઉકેલ તરફ પ્રગતિ કરી છે. આ ઉલ્લેખનીય છે કે, એર્ડોશ પ્રોબ્લેમને હંગેરીના ગણિતજ્ઞા પોલ એર્ડોશે ૧૯૪૬માં રજૂ કર્યો હતો.



