दुनिया

સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ? માર્કો રુબિયોએ કહ્યું- ક્યુબા અમેરિકા માટે મોટો ખતરો | Marco Rubio Calls Cuba A Security Threat As Donald Trump Eye Military Action



તસવીરમાં (1) અમેરિકાના એટોર્ની જનરલ ટૉડ બ્લાંશ, (2) અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો (3) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, (4) ક્યુબાના વિદેશ મંત્રી બ્રૂનો રોડ્રિગેઝ પરિલા (5) ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રાઉલ કાસ્ત્રો

US-Cuba Dispute : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નાના, નબળા, આર્થિક પછાત દેશો પર કબ્જો જમાવવાની ફિરાકમાં લાગી ગયા હોય તેમ તેમણે ફરી ક્યુબા પર નજર બગાડી છે. ટ્રમ્પના વલણના કારણે ડેન્માર્કના સ્વાયત્ત પ્રદેશ  ગ્રીનલેન્ડ, કેનેડા, વેનેઝુએલા, ઈરાન અને હવે ક્યુબામાં સત્તાપલટો કે સૈન્ય હુમલાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વાસ્તવમાં અમેરિકન વિદેશ મંત્રી માર્ક રુબિયોએ ધમકીભર્યા અંદાજમાં ક્યુબાના આડકતરી ધમકી આપી દીધી છે.

ક્યુબા સાથે યુદ્ધ કરવાના આડકતરા સંકેત

અમેરિકન વિદેશ મંત્રીએ ધમકીભર્યા અંદાજમાં સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ક્યુબા મોટો ખતરો છે. રુબિયોએ યુદ્ધ કરવાના આડકતરા સંકેત પણ આપી દીધા છે. તેમણે એવું કહ્યું છે કે, હાલ અમેરિકા અને ક્યુબા વચ્ચે શાંતિ સમજૂતી થવાની સંભાવના ખૂબ જ ઓછી છે. આટલું બધુ બોલી લીધા બાદ તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકા હજુ પણ વાતચીત દ્વારા સમાધાન કરવા ઈચ્છે છે.

ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખના આદેશથી વિમાનો તોડી પાડ્યાનો આક્ષેપ

વાસ્તવમાં રુબિયોના નિવેદનના એક દિવસ પહેલા અમેરિકાએ ક્યુબાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રાઉલ કાસ્ત્રો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. અમેરિકાએ કાસ્ત્રો પર 1996માં બે વિમાનો તોડી પાડવાનો અને અમેરિકન નાગરિકોના મોતનો આરોપ લગાવ્યો છે. તે વખતે બ્રધર્સ ટૂ ધ રેસ્ક્યૂ નામના સંગઠને બે વિમાનો તોડી પાડ્યા હતા, જેમાં ચાર લોકોના મોત થયા હતા. અમેરિકાએ કહ્યું છે કે, રાઉલ કાસ્ત્રોએ જ વિમાનો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો.

રાઉલ કાસ્ત્રોની ધરપકડ કરવાનો પ્લાન

શું અમેરિકા ક્યુબામાં ઘૂસીને રાઉલ કાસ્ત્રોની ધરપકડ કરવાનો પ્રયાસ કરશે? તેવો પ્રશ્ન કરાતા રુબિયોએ કહ્યું કે, અમે મીડિયા સામે યોજના જાહેર કરતા નથી. બીજીતરફ અમેરિકન એટોર્ની જનરલ ટૉડ બ્લાંશે કહ્યું કે, અમેરિકાને આશા છે કે, કાસ્ત્રો પોતાની મરજીથી અથવા કોઈ અન્ય રીતે કોર્ટમાં હાજર થશે.

આ પણ વાંચો : દુનિયા પર મંડરાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો: આજે યુદ્ધ પૂરું થાય તો પણ 2027 પહેલાં ઓઇલ સંકટ ઉકેલાશે નહીં

રુબિયોના નિવેદન બાદ ક્યૂબાએ પણ આપ્યો જવાબ

ક્યૂબાના વિદેશ મંત્રી બ્રૂનો રોડ્રિગેજ પરિલાએ રૂબિયોના આક્ષેપોને ખોટા ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે, ક્યુબા ક્યારે અમેરિકા માટે ખતરો બન્યો નથી. રૂબિયો સૈન્ય કાર્યવાહી ભડકાવવાનો પ્રયાસો કરી રહ્યા છે. ક્યુબાએ અમેરિકાને તે આક્ષેપોને પણ નકારી કાઢ્યા છે, જેમાં ક્યૂબાને આતંકવાદ વધારનારા દેશોમાં સામેલ કરવામાં આવ્યો છે.

રાઉલ કાસ્ટ્રો સામે હત્યાનો ગંભીર આરોપ

20 મે, 2026 (બુધવાર)ના રોજ અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ક્યુબાના 94 વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ રાઉલ કાસ્ટ્રો (જેઓ સામ્યવાદી ક્રાંતિના જનક ફિડેલ કાસ્ટ્રોના નાના ભાઈ છે) સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. તેમના પર વર્ષ 1996માં કાસ્ટ્રો વિરોધી પાયલોટ્સના બે નાગરિક વિમાનોને તોડી પાડવાનો આરોપ છે. રાઉલ કાસ્ટ્રો આજે પણ ક્યુબાના રાજકારણમાં મોટો પ્રભાવ ધરાવે છે, તેથી તેમની સામેની આ કાનૂની કાર્યવાહીને ક્યુબાની સરકારને અસ્થિર કરવાના અમેરિકાના પહેલા પગલા તરીકે જોવામાં આવી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન: ‘અમે ક્યુબાને મુક્ત કરી રહ્યા છીએ’

આ કાનૂની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે કહ્યું હતું કે અમેરિકા ‘ક્યુબાને મુક્ત’ કરવા જઈ રહ્યું છે. તેમણે પત્રકારો સામે સ્વીકાર્યું કે અમેરિકા પાસે CIA(સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)ના માધ્યમથી ક્યુબાની પળેપળની માહિતી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ સોશિયલ મીડિયા પર આ નિવેદનને શેર કરીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.

સમુદ્રમાં યુએસએસ નિમિત્ઝ (USS Nimitz)ની એન્ટ્રી

અમેરિકન વિદેશમંત્રીના નિવેદન અગાઉ એવા અહેવાલો સામે આવ્યા હતા કે, અમેરિકાએ સૈન્ય તૈનાતી પણ શરૂ કરી દીધી છે. અમેરિકાનું સૌથી મોટું અને ઘાતક પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ યુએસએસ નિમિત્ઝ તેના આખા સ્ટ્રાઇક ગ્રૂપ સાથે કેરેબિયન સમુદ્રમાં તહેનાત છે. આ કાફલામાં નીચે મુજબના અત્યાધુનિક હથિયારો સામેલ છે જે યુએસ સધર્ન કમાન્ડ (SOUTHCOM) દ્વારા તહેનાત કરાયા છે.

– F/A-18E Super Hornet – આધુનિક ફાઇટર જેટ્સ (હવાઈ હુમલા માટે)

– EA-18G Growler – ઈલેક્ટ્રોનિક વોરફેર એરક્રાફ્ટ (સિગ્નલ જામ કરવા માટે)

– C-2A Greyhound – સપ્લાય એરક્રાફ્ટ (લોજિસ્ટિક્સ અને સપોર્ટ માટે)

– USS Gridley અને USNS Patuxent – સપોર્ટ અને ડિસ્ટ્રોયર જહાજો

આ પણ વાંચો : મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ



Source link

Related Articles

Back to top button