दुनिया

દુનિયાની સૌથી ગરમ જગ્યાઓ જે પૃથ્વી પરનાં દોજખ સમાન છે | The hottest places in the world that are like hell on earth



– ભારતમાં 45.4 ડિગ્રી સેલ્સિયશ તાપમાને તંગ આવી ગયા છીએ ત્યારે કેલિફોર્નિયાની ડેથ વેલી અને ઇરાનનાં દશ્ત-એ-લૂતમાં શી સ્થિતિ હશે

નવી દિલ્હી : ભારતમાં ૪૫ થી ૪૮ ડિગ્રી ટોર્ચર થી હાહાકાર મચી ગયો છે. ઉત્તર પ્રદેશથી દિલ્હી સુધી લોકો પરેશાન થઇ ગયા છે. પરંતુ દુનિયાના કેટલાક પ્રદેશો તેવા છે જ્યાંના તાપમાનની હકીકત જાણી તમો આંચકો ખાઈ જશો.

દુનિયાના કેટલાક પ્રદેશો જે પૃથ્વી ઉપરનાં દોજખ સમાન બની રહેલ છે. તે વિસ્તારો છે :-

(૧) ડેથ વેલી (કેલિફોર્નિયા- યુએસ) આ મોજાબ રણ પ્રદેશનો એક ભાગ છે. ૧૦મી જુલાઈ ૧૯૧૩ના દિવસે ત્યાં ૫૬.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજી સુધીમાં નોંધાયેલા તાપમાનમાં  આ રેકોર્ડ છે. ત્યાં પૂરતાં રક્ષણ સિવાય કોઈ જાય તો થોડા સમયમાં જ તેનાં શરીરનું બધું જ પાણી શોષાઈ જતાં તે મૃત્યુ પામે છે.

(૨) ઇરાનના રણ પ્રદેશ દશ્ત-એ-લૂતનું તાપમાન ૭૦ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી જાય છે. નાસા ના એક સેટેલાઇટે અંતરિક્ષમાંથી પૃથ્વીનું તાપમાન માપ્યું ત્યારે આ સ્થાનનું ઉષ્ણતામાન જાણી આંચકો લાગ્યો. તેના પથ્થર ઉપર જો ઇંડુ ફોડવામાં આવે તો ગેસ કે ચૂલા સિવાય જ તેમાંથી સીધી આમ્લેટ બની જાય. આ વિસ્તારમાં દૂર દૂર સુધી માનવ વસ્તી તો નથી જ એક તણખલું પણ દેખાતું નથી. ત્યાં અન્ય જીવોની કોઈ સંભાવના જ નથી.

ડેથ વેલી કે દશ્ત-એ-લૂતમાં તો કોઇ રહેતું નથી. જીવન જ ત્યાં શક્ય નથી. પરંતુ ઇરાનનું અહવાઝ શહેર દુનિયાનાં સૌથી ગરમ શહેરો પૈકીનું એક છે. જયાં તાપમાન મે-જુનમાં ૪૫ થી ૫૦ ડિગ્રી સુધી પહોંચે છે. છતાં ત્યાં લોકો રહે છે. ફેકટરીઓમાં કામદારો કામ પણ કરે છે.

ડેથ-વેલી સમુદ્ર સપાટીથી નીચે છે તેમાં ગરમ હવા ઘૂસે તો તે પર્વતોની વચ્ચે અથડાતી રહે છે. બહાર નીકળી શકતી જ નથી. હવા ઘૂમરીઓ ખાઈને ફર્યા કરે છે અને તપેલા પર્વતોની ગરમીથી વધુ ગરમ થતી જાય છે.

(૨) આ વિસ્તારમાં ભેજ છે જ નહીં. (ઝીરો હ્યુમીડીટી) હોય છે. તડકો એટલો તીવ્ર હોય છે કે તીરની જેમ વાગે છે.

(૩) દશ્ત-એ-લૂત જેવા રણ પ્રદેશમાં માટીના સ્તર તેવા છે કે તેના માટીના બનેલા પથ્થરો સૂર્ય કિરણોને પરાવર્તિત કરી શકતા નથી, ઉલટાના સ્પોન્જની જેમ તેની ગરમી શોષી લે છે તેથી જમીન જ હીટર બની જાય છે.



Source link

Related Articles

Back to top button