અમેરિકાના નવા પ્રમુખ કોણ બનશે ? જે. ડી. વાન્સ કે માર્કો રૂબિયો ? : ટ્રમ્પની પસંદગી કોની ઉપર ? | Who will be the new president of America J D Vance or Marco Rubio: Who will Trump choose

![]()
– 2028માં યોજાનારી અમેરિકાના પ્રમુખની ચૂંટણી ‘ઑડિશન સ્ટેજ’માં બદલાઈ ગઈ છે : બંને વારાફરતી મીડિયા સામે આવી ગયા છે
નવી દિલ્હી : અમેરિકામાં પ્રમુખ ટ્રમ્પના ઉત્તરાધિકારી અને વર્ષ ૨૦૨૮માં યોજાનારી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર અંગે પક્ષની આંતરિક રાજનીતિ ગરમાઈ રહી છે. વ્હાઇટ હાઉસનો પ્રેસ બ્રિફિંગરૂમ આ દિવસોમાં અનૌપચારિક ‘ઓડિશન સ્ટેજ’માં ફેરવાઈ ગયો છે.
સપ્તાહ પૂર્વે વિદેશ મંત્રી માર્કો રૂબિયાએ પોડિયમ સંભાળ્યા પછી હવે ઉપપ્રમુખ જે. ડી. વાંચ મીડિયા સમક્ષ મોર્ચો સંભાળી રહ્યા છે.
વ્હાઇટ હાઉસમાં નિયમિત પ્રેસ સમક્ષ કેરોલિન લેવિટ, મેટર્નીટી લીવ ઉપર હોવાથી એ બંને નેતાઓને જ બેક-ટુ-બેક (એક પછી એક) પ્રેસ બ્રિફિંગની જવાબદારી સોંપવામાં આવી છે. જે એક દ્રષ્ટિએ ૨૦૨૮ની દાવેદારી માટેના શક્તિ પ્રદર્શન તરીકે મનાય છે.
મંગળવારે જે.ડી. વાંચે લગભગ એક કલાક સુધી પત્રકારોના તીખા અને ધારદાર પ્રશ્નોના જવાબ આપ્યા. પત્રકારો ચીલ્લાઈ ચીલ્લાઈને પ્રશ્નો પૂછતા હતા ત્યારે વાન્ચે સ્મિત સાથે કહ્યું કે : માર્કો રૂબિયોએ યોગ્ય જ કહ્યું કે આ જગ્યા કોઈ અરાજક સ્થળ સિવાય બીજી કશી નથી.
વાન્સ પહેલાં તો હળવાશથી અને મજાકમાં ઉત્તરો આપતા હતા પરંતુ નીતિ વિષયક પ્રશ્નો પૂછાયા ત્યારે ગંભીર થઈ જતા હતા. અને ટ્રમ્પની નીતિઓનું જોરદાર સમર્થન કર્યું તેમજ ઇરાન વિરૂદ્ધ તેમણે લીધેલા પગલાને યોગ્ય જ કહ્યા હતા.
આ બંને અગ્રણીઓ ટ્રમ્પના નિકટવર્તી છે. તેમને પૂછવામાં આવ્યું કે, તમો બેમાંથી કોને પસંદ કરો છો ત્યારે ટ્રમ્પે કહ્યું : ‘આ તબક્કે તો સત્તાવાર રીતે કોઈ એકને સમર્થન આપવું ત ઘણું વહેલું ગણાશે.’
ટૂંકમાં પ્રમુખ ટ્રમ્પ તે બંનેની રેસમાં તટસ્થ રહેવા માંગતા હોય તેમ લાગે છે. આ સહજ પણ છે.



