दुनिया

કેનેડા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષના ઘરે ફાયરિંગ, ઘરના બારી-દરવાજે અને દીવાલે 5 ગોળી મારી | Canada Cricket Board Chief Arvinder Khosa’s Home Targeted in Surrey Firing Incident



Shooting Incident In Canada: કેનેડામાં સંગઠિત ગુનાખોરી અને ગેંગસ્ટરોનો આતંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન ક્રિકેટ કેનેડાના નવા ચૂંટાયેલા અધ્યક્ષ અરવિંદર ખોસાના નિવાસસ્થાન પર બુધવારે (20મી મે) વહેલી સવારે અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ખંડણી વસૂલતી ગેંગનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે.

વહેલી સવારે 5 રાઉન્ડ ફાયરિંગથી ફફડાટ

અહેવાલો અનુસાર, આ ઘટના બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ન્યૂટન વિસ્તારમાં સવારે 4:40 વાગ્યે બની હતી. હુમલાખોરોએ અરવિંદર ખોસાના ઘરને નિશાન બનાવીને તાબડતોબ ફાયરિંગ કર્યું હતું. ગોળીબાર એટલો ભયાનક હતો કે ઘરના મુખ્ય દરવાજા, બારીઓ અને બહારની દીવાલો પર ગોળીઓના 5 સ્પષ્ટ નિશાન મળી આવ્યા છે.

આ પણ વાંચો: ‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરતું પાકિસ્તાન અમને જ્ઞાન ન આપે..’ UN માં ભારતે તતડાવ્યું

કોઈ જાનહાનિ નહીં

બારી-બારણાં ચીરીને અંદર ઘૂસી ગઈ હતી, પરંતુ સદનસીબે પરિવારનો આબાદ બચાવ થયો છે અને કોઈને ઈજા પહોંચી નથી. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા જ ક્રિકેટ કેનેડામાં ભ્રષ્ટાચાર, સંગઠિત ગુનાખોરી અને મેચ ફિક્સિંગના ગંભીર આરોપો અંગે મોટી તપાસ શરૂ થઈ છે.

ક્રિકેટ બ્રિટિશ કોલંબિયાના પ્રમુખ રહી ચૂકેલા ખોસા પણ આ તપાસના દાયરામાં છે. ખેલાડીઓએ ખોસા પર કુખ્યાત ‘બિશ્નોઈ ગેંગ’ સાથે સંબંધો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ એ જ ગેંગ છે જેણે 2025માં કેનેડાની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના એક ખેલાડીને ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું.

જોકે, અધ્યક્ષ અરવિંદર ખોસાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને સરેઆમ નકારી કાઢ્યા છે અને આ ફાયરિંગ પાછળ ઊંડી સાજિશ હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળીને હુમલાખોરોની શોધખોળ ચલાવી રહી છે.



Source link

Related Articles

Back to top button