दुनिया

મોદી અને મેલોનીએ સાથે મળી લેખ લખ્યો : તેમાં આગામી વર્ષોની નવી યોજનાઓ દર્શાવી | Modi and Meloni wrote an article together: It outlined new plans for the coming years



– મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાયરલ

– ભારત અને ઇટાલી માત્ર મિત્રો નથી : બંને ટેકનોલોજી, વ્યાપાર, સંરક્ષણ, ઊર્જા, એ.આઈ. અને વૈશ્વિક પરિસ્થિતિ સંબંધે પરસ્પરનાં ભાગીદાર છે

રોમ : ભારતના વડાપ્રધાન મોદી અને ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ ભારત ઇટાલી સંબંધો અંગે એક દીર્ઘ દર્શન ઘડી કાઢ્યું છે. બંને નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે. તે સમયે ભારત અને ઇટાલી માત્ર મિત્ર રહેવા ન માગતાં ટેકનોલોજી, વ્યાપાર, સંરક્ષણ, ઊર્જા એ.આઈ. અને વૈશ્વિક સલામતી અંગે પરસ્પરના ગાઢ સાથીઓ બનવા માગે છે. યુરોપના પપાંચ દેશોની યાત્રાનાં છેલ્લાં ચરણમાં નરેન્દ્ર મોદી ઇટાલી આવ્યા છે. બંને નેતાઓએ સાથે મળી એક આર્ટિકલ લખ્યો છે. જેમાં (૧) ભારત ઇટાલી સંબંધો હવે સ્પેશ્યલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ બની રહ્યા છે. તે લોકતંત્ર, સ્વાતંત્ર્ય, સમાન મૂલ્યો અને ભવિષ્યની દ્રષ્ટિએ એક વિશિષ્ટ રણનીતિક સંબંધો બની રહ્યા છે.

(૨) આર્ટિકલમાં આગળ લખ્યું છે કે આજે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઝડપભેર બદલાઈ રહી છે તેવા સમયમાં ૨૧મી સદીમાં તે દેશ જ આગળ વધી શકશે જે નવી ટેકનોલોજી અપનાવશે, ઊર્જા માટે પરિવર્તન શોધશે અને વ્યૂહાત્મક રણનીતિ પ્રબળ કરશે.

(૩) ઝડપભેર વધતું ભારતનું અર્થતંત્ર, એન્જિનીયરીંગ ટેલન્ટ, ઉત્પાદન ક્ષમતા, ૧૦૦થી વધુ યુનિકોર્ન ૨ લાખ સ્ટાર્ટઅપ, ઇટાલીના ડીઝાઈન મેન્યુફેકચરીંગ અને સુપર કોમ્પ્યુટર ક્ષમતા સાથે જોડવામાં આવશે.

(૪) ભારત અને યુરોપીય સંઘ વચ્ચેના ટ્રેડ એગ્રીમેન્ટ બંને દેશોના વ્યાપાર વિનિમય વધારશે. બંનેએ ૨૦૨૯ સુધીમાં ૨૦ બિલિયન યુરોનું વ્યાપાર લક્ષ્ય રાખ્યું છે.

આ સાથે બંને દેશોએ સંરક્ષણ, એરોસ્પેસ, ક્વીન ટેકનોલોજી, મશીનરી, ઓટોમોબાઈલ, કેમિકલ્સ, દવાઓ, ટેક્ષટાઈલ્સ, ખેતી અને પર્યટન જેવાં ક્ષેત્રો પર વધુ લક્ષ્ય આપવા સંમતિ દર્શાવી છે.

(૫) મેઇડ ઇન ઇટાલી દુનિયાનાં ક્વોલિટી અને ઉત્કૃષ્ટતાનું પ્રતીક મનાય છે. મેઇક ઇન ઇંડીયા ભારતની મેન્યુફેકચરિંગ તાકાત દર્શાવે છે તેથી બંને દેશોએ પરસ્પરમાં નિવેશ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. બંનેની કુલ મળી ૧૦૦૦થી વધુ કંપનીઓ એકબીજા દેશમાં સક્રિય છે.

(૬) બંને દેશો એ.આઈ. અને નવી ટેકનોલોજીમાં ખાસ ભાગીદારી કરવા સંમત થયા છે.

(૭) બંને નેતાઓએ લખ્યું છે કે એ.આઈ.ટેકનોલોજી માનવને સહાય કરવા માટે છે. રોજી છીનવવા માટે નથી તેથી તે ટેકનોલોજીનો સમજણપૂર્વક ઉપયોગ કરવો.

(૮) બંને દેશો સુરક્ષિત ડીજીટલ સીસ્ટમ સાઈબર સુરક્ષા અને મજબૂત સાઈબર ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે સાથે કામ કરવા સંમત થયા છે.

(૯) આ ઉપરાંત ભારતની સ્પેસ ટેકનોલોજી અને ઇટાલીની એરોસ્પેસ એન્જિનિયરીંગ સાથે મળી નવા પ્રોજેક્ટ શરૂ કરવા સંમત થયા છે.

(૧૦) ભારત મધ્યપૂર્વ યુરોપ આર્થિક કોરી ડોર (આઈ.એમ.ઇ.સી.) તથા ગ્રીન હાઈડ્રોજન સહિત અનેક વિધ ક્ષેત્રે સહકારથી કામ કરવા સંમત થયા છે.

ઉલ્લેખનીય છે કે ઇટાલી ચીનની બેલ્ટ વ્યવસ્થામાં જોડાયું હતું તેનાથી હવે છૂટું થઈ ગયું છે. 

આ લખાણ મંત્રણા પછી મોદી મેલોનીએ નવી સેલ્ફી બનાવી છે જે વાયરલ પણ થઇ ચૂકી છે.



Source link

Related Articles

Back to top button