दुनिया

સાનડીગોની સૌથી મોટી મસ્જિદમાં ગોળીબાર 3 નાં મોત : ટીનએજર શંકાસ્પદોએ આત્મહત્યા કરી | Shooting at San Diego’s largest mosque leaves 3 dead: Teenage suspect commits suicide



– અમેરિકામાં વધી રહેલા હેટ ક્રાઇમ્સથી ટ્રમ્પ ચિંતાતુર

– મુસ્લીમો પ્રત્યે ધિક્કાર વધ્યો હોવાનું મુખ્ય કારણ : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને અત્યંત ભયાવહ કહી દુ:ખ દર્શાવ્યું

લોસ એન્જલસ (કેલિફોર્નિયા) : અમેરિકાનાં કેલિફોર્નિયા રાજ્યમાં દક્ષિણે આવેલાં ખુશનુમા હવામાન ધરાવતાં શહેર લોસ એન્જલસની દક્ષિણે આવેલાં સાન ડીગોની સૌથી મોટી મસ્જીદમાં સોમવારે નમાઝના સમયે જ અંધાધુંધ ગોળીબાર થતાં ત્રણનાં મોત થયાં છે. તેમજ અનેકને ઇજાઓ થઇ છે.

આ માહિતી આપતાં સાન ડીગોના પોલીસ ચીફ સ્કોટ વાલ્ટે, મસ્જીદ પાસેનાં જ પાર્કમાં પત્રકારોને કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે બે ટીનએજર્સોએ આ ઇસ્લામિક સેન્ટરમાં ઘૂસી જઈ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં ત્રણનાં મૃત્યુ થયાં હતાં અને અનેકને ઇજાઓ થઇ હતી.

પોલીસ ચીફે વધુમાં કહ્યું હતું કે આ ઘટના પાછળનાં કારણો તો વધુ તપાસ કરીશું ત્યારે જાણવા મળશે. પરંતુ મુશ્કેલી તે છે કે તે બંને ટીન એજર્સ ગોળીબાર કરી પાર્કિંગ લોટમાં ચાલ્યા ગયા હતા. જ્યાં તે બંનેએ આત્મહત્યા કરી હતી.

આ પછી પોલીસે તે શંકાસ્પદ હત્યારા પૈકી એકની માતાને મળ્યા અને પૂછતાછ ચાલુ કરી પરંતુ તેમણે કોઈ સ્પષ્ટ અને સંતોષકારક જવાબો આપ્યા ન હતા.

વિશ્લેષકો કહે છે કે અમેરિકામાં ઇસ્લામ ધર્મીઓ પ્રત્યે ધિક્કારની લાગણી વધતી ગઇ છે તેનું આ પરિણામ છે. તે હત્યારાની માતાએ એક નોટ પણ પોલીસને દર્શાવી હતી. પરંતુ પોલીસે તેની વિગતો ગુપ્ત રાખી છે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાને એક ભયંકર પરિસ્થિતિ કહેતાં જણાવ્યું હતું કે તે અંગે અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું. આ સાથે તેઓએ તે ઘટના અંગે દુ:ખ પણ દર્શાવ્યું હતું.



Source link

Related Articles

Back to top button