दुनिया

રશિયા પર યુક્રેનનો ભીષણ ડ્રોન હુમલો : ચારનાં મોત, 12 ઘાયલ | Ukraine’s deadly drone attack on Russia: Four dead 12 injured



યુક્રેનનો સૌથી મોટા ડ્રોન હુમલા પૈકીનો એક હુમલો

રશિયાએ યુક્રેન પર 287 ડ્રોનથી હુમલો કર્યો આઠ ઘાયલ, રહેણાંક ઇમારતોને નુકસાન 

કીવ: રશિયા પર યુક્રેનનાં સૌથી મોટા ડ્રોન હુમલા પૈકીનાં એકમાં ચાર લોકોનાં મોત થયા છે અને ૧૨ લોકો ઘાયલ થયા છે તેમ સ્થાનિક અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.

રશિયાનાં સૌથી મોટા એરપોર્ટ પર ડ્રોનનો કાટમાળ પડયો હતો પણ તેનાથી  કોઇ નુકસાન થયું ન હતું. 

બીજી તરફ યુક્રેનનાં એરફોર્સે જણાવ્યું હતું કે રશિયાએ રવિવારની રાતે યુક્રેન પર  ૨૮૭ ડ્રોનથી હુમલો કર્યો હતો જેમાંથી ૨૭૯ને તોડી પાડવામાં આવ્યા હતાં અથવા જામ કરી દેવામાં આવ્યા હતાં.

યુક્રેનની ઇમરજન્સી સેવાએ જણાવ્યું હતું કે આ હુમલાઓમાં યુક્રેનનાં મધ્ય નિપ્રોપેટ્રોવ્સ્ક વિસ્તારમાં આઠ લોકો ઘાયલ થયા હતાં. આ હુમલાઓમાં રહેણાંક ઇમારતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા પર કરવામાં આવેલા ડ્રોન હુમલાઓને યોગ્ય ઠેરવ્યા હતાં. રશિયાએ પણ યુક્રેનની રાજધાની અને અન્ય શહેરોમાં આવા જ પ્રકારનાં હુમલા કર્યા હતાં.

યુક્રેનનાં અધિકારીઓનાં જણાવ્યા અનુસાર રશિયાએ સમગ્ર રાત યુક્રેન પર કરેલા હુમલાઓમાં આઠ લોકો ઘાયલ થયા છે.  રશિયાનાં સ્થાનિક ગવર્નરનાં જણાવ્યા અનુસાર રશિયા પર યુક્રેનનાં હુમલાઓમાં  ખિમકી શહેરમાં ડ્રોનની ચપેટમાં આવાને કારણે એક મહિલાનું મોત થયું છે. 

રાજધાની કીવથી ૧૦ કિલોમીટર ઉત્તરમાં આવેલા પોગોરેલ્કી ગામમાં બે પુરુષોનાં મોત થયા છે. 



Source link

Related Articles

Back to top button