मनोरंजन

શક્તિ શાલિનીની રીલિઝ ડેટ એકાદ મહિનો પાછી ઠેલાશે | Shakti Shalini’s release date will be pushed back by a month or so



– શાહરુખની કિંગ સાથે ટક્કર ટાળવામાં આવશે

– અનીત પડ્ડાનો ડબલ રોલ ધરાવતી ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણતાના આરે

મુંબઈ: અનીત પડ્ડાનો ડબલ રોલ ધરાવતી ફિલ્મ ‘શક્તિ શાલિની’ની રીલિઝ ડેટ કદાચ એકાદ મહિનો પાછળ ઠેલાય તેવી સંભાવના છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણતાના આરે છે અને હવે  મેકર્સ રીલિઝ માટે સ્ટ્રેટેજી નક્કી કરી રહ્યા છે. 

મૂળ પ્લાન પ્રમાણે આ ફિલ્મ આગામી ડિસેમ્બરમાં નાતાલ વખતે રજૂ થવાની છે. જોકે, આ જ દિવસોમાં શાહરુખ ખાનની ‘કિંગ’  પણ રજૂ થવાની છે. આ સંજોગોમાં ‘શક્તિ શાલિની’ને બોક્સ ઓફિસ પર નુકસાન  થવાની સંભાવનાઓ છે.

 હવે મેકર્સ આગામી જાન્યુઆરીમાં આ ફિલ્મ રીલિઝ કરવાનું વિચારી રહ્યા છે. જોકે, એ અરસામાં જ રણબીર, વિક્કી કૌશલ તથા આલિયા ભટ્ટની ‘લવ એન્ડ વોર’ રીલિઝ થવાની છે. આથી, ‘શક્તિ શાલિની’ માટે અનુકૂળ તારીખ શોધવાનું કામ મુશ્કેલ બને તેમ છે. 



Source link

Related Articles

Back to top button