मनोरंजन
અહાન-અનીતની નવી ફિલ્મ સતરંગાનું ટાઈટલ બદલવું પડશે | The title of Ahan Aneet’s new film Satranga will have to be changed

![]()
– મોહિત સૂરીની ફિલ્મને શરુઆતમાં જ વિધ્ન
– આ ટાઈટલના હક્કો ટી સીરિઝ પાસે છે, તે યશરાજને આપે તેવી શક્યતા ધૂંધળી
મુંબઈ: મોહિત સૂરીએ યશરાજ ફિલ્મ્સનાં બેનર હેઠળ ‘સૈયારા’ની જોડી અહાન પાંડે તથા અનીત પડ્ડાને લઈ નવી ફિલ્મ ‘સતરંગા’ બનાવવાની તૈયારીઓ શરુ કરી દીધી છે પરંતુ તેને પ્રારંભમાં જવિધ્ન નડયું છે. એવું બહાર આવ્યું છે કે ‘સતરંગા’ ટાઈટલના હક્ક ટી સીરિઝના ભૂષણ કુમાર પાસે છે. તેઓ ઓલરેડી આ ટાઈટલ હેઠળ ફિલ્મ બનાવવાની ફિરાકમાં છે. આ સંજોગોમાં તેઓ યશરાજને આ ટાઈટલ વેચે તેવી શક્યતા બહુ ઓછી હોવાનું કહેવાય છે.
આ સંજોગોમાં હવે મોહિત સૂરીએ નવું ટાઈટલ વિચારવાની મથામણ પણ શરુ કરી દીધી છે. આ નવી ફિલ્મ પણ મોહિત સૂરીની સ્ટાઈલની રોમાન્ટિક ફિલ્મ હશે તેવો દાવો થઈ રહ્યો છે.



