શ્રીલીલા અને ક્રિકેટર તિલક વર્માનું અફેર ચાલતું હોવાની અટકળો | Speculations that Srileela and cricketer Tilak Verma are having an affair

![]()
શ્રીલીલાના સ્ટાફે તિલક લખેલી જર્સી પહેરી
મુંબઈ: સાઉથની હિરોઈન શ્રીલીલા તથા ક્રિકેટર તિલક વર્માનું અફેર ચાલી રહ્યું હોવાની ગપસપ શરુ થઈ છે.
તાજેતરમાં શ્રીલીલા તિલક વર્માની એક આઈપીએલ મેચ વખતે હાજર રહી હતી. તે વખતે તેની સ્ટાફની મેમ્બર્સ ‘તિલક’ લખેલી જર્સી પહેરેલી જોવા મળી હતી. આથી શ્રીલીલા તિલકને સપોર્ટ કરવા જ ખાસ આ મેચ જોવા આવી હોવાની વાત ચાલી હતી.
તે પછી કેટલાક ચાહકોએ શોધી કાઢ્યું હતું કે શ્રીલીલાનાં માતા સમેત પરિવારજનો પણ આ મેચ વખતે હાજર હતાં. તે પરથી શ્રીલીલા અને તિલક ડેટિંગ કરી રહ્યાં હોવાની વાત પ્રસરી હતી.
જોકે, બોલિવુડ વર્તુળોના દાવા અનુસાર શ્રીલીલાની કાર્તિક આર્યન સાથે એક ફિલ્મ આવી રહી છે.
તે પહેલાં તેનું નામ ચર્ચામાં રહે તે માટે આ અફેરની અફવાઓ ઉડાડવામાં આવી રહી છે.
– તિલક વર્માની મેચ વખતે શ્રીલીલાના પરિવારે પણ હાજરી આપતાં અટકળોને વેગ



