दुनिया

VIDEO : મોસ્કો ધ્રુજ્યું! યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, 1 ભારતીયનું મોત | Ukraine Launch Deadly Attack On Russian Capital Moscow One Indian Among Three Killed Twelve Injured



Russia-Ukraine War : રશિયાએ તાજેતરમાં જ યુક્રેન પર 2000 ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો, જેનો યુક્રેને આજે વળતો જવાબ આપ્યો છે. યુક્રેને આજે રશિયાની રાજધાની મૉસ્કોમાં ડ્રોન અને મિસાઈલો ઝિંકી છે, જેમાં એક ભારતીય સહિત ત્રણના મોત અને 12 લોકોને ઈજા થઈ છે.

મૉસ્કો પર ડ્રોન હુમલો

મીડિયો રિપોર્ટ મુજબ, યુક્રેને રવિવારે સવારે મૉસ્કો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. ત્યારપછી રશિયામાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે, આ હુમલામાં એક ભારતીય શ્રમિકનું મોત થયું છે, જ્યારે ત્રણ ભારતીયો પણ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દૂતાવાસના અધિકારીઓએ તાત્કાલીક ઘટનાસ્થળની અને ઈજાગ્રસ્ત શ્રમિકની પણ મુલાકાત લીધી છે.

હુમલામાં ત્રણ રહેણાંક મકાનોને નુકસાન

બીજીતરફ રશિયન અધિકારીઓએ કહ્યું કે, યુક્રેને આખી રાત હુમલા કર્યા હતા, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત અને 12થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. મૉસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને કહ્યું કે, હુમલામાં મોસ્કોની તેલ રિફાઈનરીને કોઈ નુકસાન થયું નથી, જોકે ત્રણ રહેણાંક મકાનોને નુકસાન થયું છે.

556 ડ્રોન તોડી પાડ્યા હોવાનો રશિયન સેનાનો દાવો

રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં 120થી વધુ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, યુક્રેને મોસ્કો સહિત અનેક રાજ્યો પર આખી રાત હુમલા કર્યા હતા, જોકે અમે તેઓને 556 ડ્રોન તોડી પાડ્યા છે.

આ પણ વાંચો : હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી

તાજેતરમાં જ રશિયાએ 2000 ડ્રોન-મિસાઈલથી હુમલો કર્યો હતો

ઉલ્લેખનીય છે કે, રશિયાએ તાજેતરમાં જ સતત ત્રણ દિવસ સુધી યુક્રેન પર આકરા હુમલા કર્યા હતા. રશિયાએ લગભગ 2000 જેટલા ડ્રોન અને મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. તેનાથી યુક્રેનમાં ભારે ખુંવારી થઈ હતી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી થયેલા સૌથી ભયાનક હુમલામાં આનો સમાવેશ થાય છે. આ હુમલામાં પાટનગરની ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી.  પાટનગર કીવમાં 18 ઈમારતો પર ડ્રોનથી હુમલો થયો હતો એમાં સાત લોકોનાં મોત થયા હતા. 27ને ગંભીર ઈજા પહોંચી હતી. યુક્રેનના 180 સ્થળોને નિશાન બનાવાયા હતા. એમાં 50 તો રેસિડેન્શિયલ ઈમારતોનો સમાવેશ થતો હતો. કેટલાય ઉર્જા મથકો પર હુમલા થતાં યુક્રેનના કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકરી સજા



Source link

Related Articles

Back to top button