दुनिया

AI, પરમાણુ હથિયાર અને તાઈવાન… જિનપિંગ સાથેની બેઠકમાં શું નક્કી થયું? જાણો ટ્રમ્પનો જવાબ | trump xi jinping historic talks taiwan ai boeing deal


Trump Discloses Historic Xi Jinping Talks on Taiwan | દુનિયાના બે સૌથી મોટા અર્થતંત્ર અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં મોટો વળાંક આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે તાઈવાન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઈરાન, વેપાર, સાયબર ઓપરેશન્સ અને પરમાણુ હથિયારોમાં ઘટાડા જેવા અત્યંત સંવેદનશીલ મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરી છે. અલાસ્કાના એન્કરેજની મુસાફરી દરમિયાન એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટ્રમ્પે આ વાતચીતને ખૂબ જ ઐતિહાસિક ગણાવી હતી.

શી જિનપિંગ અદ્ભુત માણસ છે: ટ્રમ્પના મોઢે ચીનની પ્રશંસા

ક્યારેક ચીન પર આકરા પ્રહારો કરનારા ડોનાલ્ડ ટ્રમ્પના તેવર આ વખતે સાવ બદલાયેલા જોવા મળ્યા. તેમણે જિનપિંગના વખાણ કર્યા અને કહ્યું કે બંને નેતાઓ વચ્ચે ઘણી મોટી ભૌગોલિક-રાજકીય બાબતો પર ખૂબ જ સારી સમજણ ઉભી થઈ છે. તેમણે કહ્યું કે પ્રેસિડેન્ટ શી એક અદ્ભુત માણસ છે. અમારો સમય ઘણો સરસ રહ્યો. મને લાગે છે કે આ વિતેલા બે દિવસ ખૂબ જ ઐતિહાસિક હતા. 

Donald Trump Xi Jinping Meeting

તાઈવાન અંગે ટ્રમ્પનો ચોંકાવનારો જવાબ! 

આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં સૌથી મોટો અને સંવેદનશીલ મુદ્દો તાઈવાનનો રહ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે શી જિનપિંગ તાઈવાનની આઝાદીના કોઈપણ પગલાની સખત વિરુદ્ધમાં છે, કારણ કે તેનાથી બંને દેશો વચ્ચે મોટો સૈન્ય ટકરાવ થઈ શકે છે. વાતચીત દરમિયાન જિનપિંગે અમેરિકા દ્વારા તાઈવાનને કરવામાં આવતા હથિયારોના વેચાણ અંગે સીધી ચિંતા વ્યક્ત કરી હતી અને ટ્રમ્પને પૂછ્યું હતું કે જો ચીન અને તાઈવાન વચ્ચે યુદ્ધ થશે તો શું વોશિંગ્ટન તાઈવાનની સૈન્ય મદદ કરશે? આ સવાલ પર ટ્રમ્પે કહ્યું, જિનપિંગે મને પૂછ્યું કે શું હું તાઈવાનનો બચાવ કરીશ? મેં કહ્યું, હું એ વિષે અત્યારે વાત કરવા નથી માંગતો. 

ટ્રમ્પે ઉમેર્યું કે તેઓ આગામી ટૂંકા સમયમાં નિર્ણય લેશે કે તાઈવાનને ભવિષ્યમાં હથિયારો વેચવા કે નહીં.

આ ઉપરાંત અમેરિકા, ચીન અને રશિયા—ત્રણેય દેશો પરમાણુ હથિયારોના ઘટાડા અને ડિ-ન્યુક્લિયરાઇઝેશન પર આગળ વધે તેવા કન્સેપ્ટ પર પણ ચર્ચા થઈ હતી.

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરનો અંત? 

ટ્રમ્પે જાહેરાત કરી કે ચીન અમેરિકા પાસેથી 200 કરતા વધુ બોઈંગ વિમાનો ખરીદવા માટે એક વિશાળ કરાર કરી રહ્યું છે, જે ભવિષ્યમાં 750 વિમાનો સુધી વધી શકે છે. આ સોદામાં વિમાનના એન્જિન બનાવતી અમેરિકી કંપની જનરલ ઇલેક્ટ્રિકને પણ મોટો ફાયદો થશે.

અમે પણ જાસૂસી કરીએ છીએ! ટ્રમ્પ 

જ્યારે પત્રકારોએ અમેરિકામાં ચીનની જાસૂસી અને સાયબર હુમલાઓ વિશે સવાલ પૂછ્યો, ત્યારે ટ્રમ્પે સનસનાટીભર્યું નિવેદન આપ્યું. તેમણે કોઈપણ ખચકાટ વિના સ્વીકાર્યું: અમે પણ તેમના પર જોરદાર જાસૂસી કરીએ છીએ. 



Source link

Related Articles

Back to top button