मनोरंजन

રજનીકાંતની ફિલ્મ ‘જેલર-2’ના સેટ પર મોટો અકસ્માત, કરંટ લાગવાથી 28 વર્ષના યુવકનું મોત | Tragic Accident On Rajinikanth Jailer 2 Set As 28 Year Old Worker Dies Of Electrocution



Rajinikanth Film Jailer 2 Controversy : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા રજનીકાંત આજકાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જેલર-2’ના શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. રિપોર્ટ અનુસાર, શૂટિંગ દરમિયાન 28 વર્ષના એક યુવકનું કરંટ લાગવાના કારણે મોત નીપજ્યું છે.

‘જેલર-2’ના સેટ પર દુર્ઘટના

‘જેલર-2’ના શૂટિંગ દરમિયાન જીવ ગુમાવનાર યુવકની ઓળખ કાર્તિકેયન તરીકે થઈ છે. કાર્તિકેયન ફિલ્મના આર્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, કાર્તિકેયન શૂટિંગ માટે ઘર જેવું સેટ તૈયાર કરી રહ્યો હતો, ત્યારે અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાસ્થળે હાજર ટીમના સભ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડોક્ટરો તેને બચાવી શક્યા ન હતા.

આ પણ વાંચો : દેશની નં. 1 ફિલ્મ, બજેટ ફક્ત 20 કરોડ

શૂટિંગનો સેટ તૈયાર કરતી વખતે દુર્ઘટના બની

દુર્ઘટના ચેન્નઈના પનૈયૂર વિસ્તારમાં એક પ્રાઈવેટ ફિલ્મ સ્ટુડિયોમાં બની છે. પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શૂટિંગનો સેટ તૈયાર કરતી વખતે કરંટ લાગવાથી આ અકસ્માત થયો હતો, જેમાં એક 28 વર્ષના યુવકે જીવ ગુમાવ્યો છે. કનાથુર પોલીસે આ મામલે હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધી નથી. જોકે, પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ કેસમાં પોલીસ સેટ પર હાજર કર્મચારીઓ અને ટેકનિકલ ટીમની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો : સમય રૈનાના જોકથી સુનીલ પાલ નારાજ



Source link

Related Articles

Back to top button