मनोरंजन

‘ધુરંધર’નો જવાબ આપવા બનેલી પાક. ફિલ્મ ‘મેરા લ્યારી’ સુપર ફ્લોપ, માત્ર 22 ટિકિટ વેચાતા થિયેટરોમાંથી આઉટ | Pakistan’s Mera Lyari Film Made to Rival India’s Dhurandhar but Flops




Pakistan’s Cinematic Retaliation Fails: ભારતીય ફિલ્મ ‘ધુરંધર’માં લ્યારી વિસ્તારને જે રીતે દર્શાવવામાં આવ્યો હતો, એનાથી નારાજ થઈને પાકિસ્તાની મેકર્સે ‘મેરા લ્યારી’ બનાવી. ભારે ચર્ચિત બનેલી અને રાજકીય સમર્થન સાથે મેદાનમાં ઉતરેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. અહેવાલો મુજબ આ ફિલ્મની માત્ર 22 ટિકિટો જ વેચાઈ હતી, જેના કારણે સિનેમાઘરોએ પહેલા જ અઠવાડિયે તેને ઉતારી લેવી પડી છે.

‘ધુરંધર’ પ્રત્યેની નારાજગી બની ‘મેરા લ્યારી’ના નિર્માણનું કારણ 

ભારતની ફિલ્મ ‘ધુરંધર’માં કરાચીના લ્યારી વિસ્તારને ગુનાખોરી અને આતંકવાદ સાથે જોડીને બતાવાયો હતો. આ ચિત્રણથી લ્યારીની ઈમેજ ખરડાઈ હોવાનું માનતા પાકિસ્તાની સર્જકોએ લ્યારીની સકારાત્મક છબી રજૂ કરવાના હેતુથી ‘મેરા લ્યારી’ ફિલ્મ બનાવી. 

‘મેરા લ્યારી’નો વિષય શું છે?

અબુ અલીહા દિગ્દર્શિત આ ફિલ્મમાં મહિલા ફૂટબોલ અને ત્યાંના સ્થાનિક લોકોના જીવન પર ધ્યાન કેન્દ્રિત છે. ફિલ્મમાં આયેશા ઓમર, દાનનીર મોબીન, સામિયા મુમતાઝ અને ટ્રિનેટ લુકાસ જેવા જાણીતા કલાકારોએ કામ કર્યું છે. 

રાજકીય ટેકો પણ કામ ન આવ્યો

આ ફિલ્મને રિલીઝ પહેલાં સિંધના માહિતી પ્રધાન શર્જીલ ઇનામ મેમણ દ્વારા જાહેર સમર્થન મળ્યું હતું. તેમણે આ ફિલ્મને ભારત તરફથી થતા ‘નકારાત્મક પ્રચાર’નો સચોટ જવાબ ગણાવ્યો હતો. ફિલ્મમાં કલાકારો તો જાણીતા છે જ, આ સાથે 80% કલાકારો સ્થાનિક હોવા છતાં, તે પ્રેક્ષકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ આ ફિલ્મની ખૂબ ચર્ચા ચાલી હતી.

આ પણ વાંચો: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાનો પ્રિન્સેસ અવતાર, ડ્રિમી લૂકે ફેન્સના દિલ જીતી લીધા

નિષ્ફળતાનું મુખ્ય કારણ શું?

‘ધુરંધર’ એક બિગ બજેટ હાઈ-વોલ્ટેજ સ્પાય થ્રિલર હતી, ત્યાં ‘મેરા લ્યારી’ ઓછા બજેટમાં બનેલી ખૂબ જ સાદી, સામુદાયિક ભાવના દર્શાવતી સ્પોર્ટ્સ ફિલ્મ છે. અહેવાલો મુજબ, પાકિસ્તાનમાં ‘ધુરંધર’ સત્તાવાર રીતે રિલીઝ ન થઈ હોવા છતાં લાખો લોકોએ તે જોઈ છે, પરંતુ તેના જવાબમાં બનેલી નબળી ફિલ્મ ‘મેરા લ્યારી’ જોવા કોઈ તૈયાર ન થયું. 

8 મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મની ફક્ત 22 ટિકિટો જ વેચાઈ હોવાથી ઘણા થિયેટરોએ એક જ દિવસમાં આ ફિલ્મ હટાવીને અન્ય ફિલ્મો લગાવી દીધી હતી. ટૂંકમાં, પાકિસ્તાનનો પનો ફિલ્મ બનાવવામાં પણ ભારતની સામે ટૂંકો પડ્યો છે. 



Source link

Related Articles

Back to top button