दुनिया

ટ્રમ્પ ફેંકતા રહ્યા અને ઇરાને મજબૂત કરી કિલ્લેબંધી, અમેરિકાના ગુપ્ત રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો | us intelligence report iran missile sites operational hormuz strait



Iran Military Strength 2026: અમેરિકા અને ઈઝરાયલના ભીષણ હુમલા છતાં ઈરાનની સૈન્ય શક્તિ સંપૂર્ણપણે ખતમ થઈ નથી. અમેરિકાના જ એક ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ જેવા વ્યૂહાત્મક વિસ્તારમાં ઈરાનની અનેક મિસાઈલ સાઈટ્સ હજુ પણ કાર્યરત છે, જે ટ્રમ્પ વહીવટી તંત્રના દાવા સામે સવાલો ઊભા કરે છે.

રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી વિગત

હોર્મુઝ સ્ટ્રેટ પાસેની 33 મિસાઈલ સાઈટ્સમાંથી 30 સાઈટ્સ હજુ પણ ઓપરેશનલ અથવા આંશિક રીતે સક્રિય છે. ઈરાન તેના 70% મોબાઈલ મિસાઈલ લોન્ચર અને 70% મિસાઈલ સ્ટોક (યુદ્ધ પહેલાનો જથ્થો) બચાવવામાં સફળ રહ્યું છે. લગભગ 90% અંડરગ્રાઉન્ડ મિસાઈલ સ્ટોરેજ ફરીથી સક્રિય થઈ ગયા હોવાનું મનાય છે. આ એ જ વિસ્તાર છે જ્યાંથી વિશ્વનો 20% ક્રૂડ ઓઈલ પુરવઠો પસાર થાય છે, જેનો અર્થ છે કે અમેરિકન જહાજો પરનો ખતરો હજુ ટળ્યો નથી.

ટ્રમ્પ વહીવટીતંત્ર વિરુદ્ધ ઇન્ટેલિજન્સ રિપોર્ટ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો હતો કે ઈરાનની સેના સંપૂર્ણપણે તબાહ થઈ ચૂકી છે અને તે વર્ષો સુધી લડી શકે તેમ નથી. રિપોર્ટ મુજબ, આ હુમલા દરમિયાન ઘણી જગ્યાએ અંડરગ્રાઉન્ડ સિસ્ટમનો નાશ કરવાને બદલે માત્ર એન્ટ્રી પોઈન્ટ્સ જ બંધ કરાયા હતા કારણ કે, બંકર-બસ્ટર હથિયારોનો સ્ટોક મર્યાદિત હતો.

આ પણ વાંચોઃ સાઉદીએ આગોતરી જાણ કરીને ઈરાન પર હુમલા કર્યા હતા, અમેરિકા-ઈઝરાયલ માટે ચોંકાવનારો રિપોર્ટ

અમેરિકાના શસ્ત્રાગાર પર અસર

યુદ્ધ દરમિયાન અમેરિકાએ અત્યાધુનિક શસ્ત્રસરંજામનો ઉપયોગ કર્યો હતો, જેમાં 1100 લોંગ-રેન્જ ક્રૂઝ મિસાઈલ, 1000થી વધુ ટોમહોક મિસાઈલ, 1300થી વધુ પેટ્રિયટ ઈન્ટરસેપ્ટર પણ સામેલ હતા. આ શસ્ત્રોનો સ્ટોક ઘટવાને કારણે અમેરિકાના સાથી દેશો (જેમ કે યુક્રેન) ને મળતા સપ્લાય પર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

વ્હાઇટ હાઉસનું વલણ

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આ રિપોર્ટને નકારી કાઢતા જણાવ્યું છે કે, ઈરાનની તાકાત વિશેના આવા અહેવાલો માત્ર ભ્રમ અથવા ઈરાનનો પ્રચાર છે. જો કે, આ રિપોર્ટે મિડલ ઈસ્ટની રાજનીતિ અને આગામી લશ્કરી વ્યૂહરચના અંગે નવી ચર્ચા છેડી દીધી છે.



Source link

Related Articles

Back to top button