दुनिया

વોટ્સએપ, UPI બધુ બંધ થઇ જશે? ઈરાનના એક પગલાંથી ડિજિટલ વર્લ્ડ હચમચી જશે! | iran strait of hormuz undersea internet cable control digital toll




Strait of Hormuz Undersea Cables: અત્યાર સુધી હોર્મુઝની ખાડીને માત્ર તેલના ટેન્કરો માટેના વ્યૂહાત્મક રસ્તા તરીકે ઓળખવામાં આવતી હતી, પરંતુ હવે આ વિસ્તાર વૈશ્વિક ઈન્ટરનેટ માટે પણ મોટું ચોક પોઈન્ટ બની શકે છે. રિપોર્ટ્સ મુજબ, ઈરાન સમુદ્રના પેટાળમાં બિછાવાયેલા ઈન્ટરનેટ કેબલ્સ પર પોતાનું નિયંત્રણ વધારવા અને તેના મેન્ટેનન્સ માટે પોતાના નિયમો થોપવાની યોજના બનાવી રહ્યું છે.

ઈન્ટરનેટ પર ઈરાનનો પહેરો

જે રીતે ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ લેવાનો નિર્ણય કર્યો છે, તે જ રીતે હવે આ કેબલ્સનો ઉપયોગ કરતી વિદેશી ટેક કંપનીઓ પાસેથી ફી વસૂલવા માટેની તૈયારી ઈરાન કરી રહ્યું છે. ઈરાન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારની અંડરસી કેબલ્સનું મેન્ટેનન્સ તે પોતે જ કરશે અને ટેક કંપનીઓએ ઈરાની કાયદાઓનું પાલન કરવું પડશે. આ કેબલ્સ દ્વારા દરરોજ બેંકિંગ ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ ડેટા, સોશિયલ મીડિયા અને AI સર્વિસનો ટ્રાફિક પસાર થાય છે.

આ પણ વાંચો : ગુજરાતના નવા લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ

શા માટે આ સમાચાર ચિંતાજનક છે?

વિશ્વનો આશરે 95% થી 99% ઈન્ટરનેટ ટ્રાફિક સમુદ્રની નીચેની ફાઈબર કેબલ્સ દ્વારા ચાલે છે. આ કેબલ્સ એશિયા અને યુરોપને જોડે છે. જો તેમાં કોઈ ખલેલ પહોંચે તો ભારતમાં UPI પેમેન્ટથી લઈને વીડિયો કોલિંગ અને AI સર્વર્સ સુધીની સેવાઓ ખોરવાઈ શકે છે. અત્યાર સુધી દેશો તેલ પુરવઠો રોકવાની ધમકી આપતા હતા, પરંતુ હવે ઈન્ટરનેટ કેબલ્સ દબાણ બનાવવાનું નવું માધ્યમ બની શકે છે.

ટેક કંપનીઓ માટે પડકાર

નિષ્ણાતો માને છે કે, જો ઈન્ટરનેટ તેલની જેમ ભૌગોલિક રાજનીતિનું હથિયાર બની જશે, તો વૈશ્વિક ડિજિટલ ઈકોનોમી પર મોટું સંકટ આવી શકે છે. ટેક જાયન્ટ્સ માટે ઈરાનના કડક નિયમો માનવા કે કેબલના રૂટ બદલવા તે મોટો પ્રશ્ન બની રહેશે. હાલ તો આ સમાચાર ડિજિટલ વર્લ્ડ માટે ખુબ જ ચિંતાજનક છે. અનેક નિષ્ણાંતો આ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં જોવું રહ્યું કે આગામી સમયમાં શું થાય છે.



Source link

Related Articles

Back to top button