दुनिया

પાકિસ્તાને અમેરિકા સાથે દગો કર્યો? પાક. એરબેઝ પર ઈરાની વિમાન દેખાયું, સેટેલાઇટ તસવીરોમાં પોલ ખુલી | Pakistan s Double Standard Exposed Iranian Military Planes Spotted at Noor Khan Airbase



Pakistan’s Double Standard Exposed: ખાડી યુદ્ધ અને ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિમાં પાકિસ્તાનની એક મોટી બેવડી નીતિ સામે આવી છે. એલ મીડિયા રિપોર્ટે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. એક તરફ પાકિસ્તાન પોતાને અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિદૂત તરીકે રજૂ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ તે ઈરાની સૈન્ય વિમાનોને છુપાવવામાં મદદ કરતું હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાને તેના ‘નૂર ખાન એરબેઝ’ પર ઈરાની વાયુસેનાના વિમાનોને ઉતરવાની મંજૂરી આપી હતી. સેટેલાઇટ તસવીરો દ્વારા પુષ્ટિ થઈ છે કે પાકિસ્તાનના આ એરબેઝ પર ઈરાનનું સૈન્ય વિમાન C-130 જોવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાને આ વિમાનોને અમેરિકન હુમલાઓથી બચાવવા માટે ગુપ્ત રીતે જગ્યા આપી હતી.

સૈન્ય મિસાઇલ કે રાજદ્વારી મુલાકાત? પાકિસ્તાનની અડધી-પડધી સફાઈ

આ અહેવાલ બાદ વિશ્વભરમાં પાકિસ્તાનની ટીકા થતા તેના વિદેશ મંત્રાલયે ખુલાસો કરવાની કોશિશ કરી છે. મંત્રાલયે ઈરાની સૈન્ય વિમાનોની હાજરીને તો નકારી કાઢી છે, પરંતુ એ સ્વીકાર્યું છે કે ઈરાની અને અમેરિકન વિમાનોએ રાજદ્વારીઓ અને સુરક્ષા ટીમોની અવરજવર માટે પાકિસ્તાનના એરસ્પેસ અને એરબેઝનો ઉપયોગ કર્યો હતો. જોકે, પાકિસ્તાન એ સમજાવવામાં નિષ્ફળ રહ્યું છે કે RC-130 જેવા અત્યંત સંવેદનશીલ સૈન્ય જાસૂસી વિમાનોને ઉચ્ચ સુરક્ષા ધરાવતા સૈન્ય મથકો પર આટલા લાંબા સમય સુધી શા માટે રાખવામાં આવ્યા હતા.

અમેરિકામાં પાકિસ્તાન પ્રત્યે અવિશ્વાસ વધ્યો

આ ખુલાસા બાદ અમેરિકામાં પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના ગણાતા સીનેટર લિન્ડસે ગ્રાહમે પાકિસ્તાનની મધ્યસ્થી ભૂમિકાની સમીક્ષા કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન હંમેશા ઈઝરાયલ વિરોધી વલણ ધરાવતું રહ્યું છે, તેથી તેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તે જ સમયે, ટ્રમ્પ વહીવટીતંત્રમાં એવી ચિંતા વધી રહી છે કે પાકિસ્તાન ઈરાન સાથેની મંત્રણાની સાચી હકીકતો અમેરિકા સાથે શેર કરી રહ્યું નથી.

આ પણ વાંચો: દુનિયા માટે ગુડ ન્યૂઝ! ઈરાન પરમાણુ અંગે મંત્રણા કરવા તૈયાર પણ અમેરિકાએ 5 શરતો માનવી પડશે

વ્યૂહનીતિ અને વૈશ્વિક દબાણ

સીએનએનના રિપોર્ટ મુજબ, અમેરિકન અધિકારીઓ માને છે કે પાકિસ્તાન, ઈરાનના વલણને હકીકત કરતાં વધુ સકારાત્મક બતાવીને અમેરિકાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે સંતુલન જાળવવાની આડમાં પોતાની ખાસ વ્યૂહનીતિ પર કામ કરી રહ્યું છે, જેના કારણે હવે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ફજેતી થઈ રહી છે. ઈઝરાયલ અને અમેરિકા જેવા સાથી દેશો હવે પાકિસ્તાન પર વધુ કડક નજર રાખી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button