અમેરિકાએ ભારતની કેએસ ફાર્મસી અને તેનાં 13 લોકો પર વિઝા પ્રતિબંધ મૂક્યા | US imposes visa ban on India’s KS Pharmacy and 13 of its employees

![]()
અમેરિકનોને ઝેર આપનારાઓ પ્રવેશી નહીં શકે : અમેરિકા
કે એસ ફાર્મસી પર અમેરિકનોને ગેરકાયદે ફેંટાલિન મિક્સ કરેલી દવાઓ વેચવાનો ગંભીર આરોપ
વોશિંગ્ટન: અમેરિકાએ મંગળવારે ભારત સ્થિત એક ઓનલાઇન ફાર્મસીનાં માલિક અને તેના બિઝનેસ સહયોગીઓ પર વિઝા પ્રતિબંધ મૂક્યા છે. આ ફાર્મસીને અમેરિકનોને ગેરકાયદે ફેંટાલિનની દાણચોરી કરવાનાં આરોપમાં પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે.
ગૃહ વિભાગનાં પ્રવક્તા ટોમિ પિગોટે અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ કેએસ ઇન્ટરનેશનલ ટ્રેડર્સ અને તેના માલિકથી જોડાયેલ ૧૩ લોકો પર વિઝા પ્રતિબંધ લગાવવા માટે પગલાં ભરી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ફાર્મસીએ અમારા દેશમાં અજાણ્યા અમેરિકનોને ગેરકાયદે ફેંટાલિન મિક્સ કરેલી નકલી દવાઓ વેચી છે. પિગોટે જણાવ્યું છે કે કેએસ ઇન્ટરનેશનલ ટ્રેડર્સે ગેરકાયદે ફેંટાલિનની દાણચોરી દ્વારા કમાણી કરી હતી.
અમેરિકાનાં પ્રમુખ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ હેઠળ ગેરકાયદે ફેંટાલિનને મોટા પાયે નુકસાન કરનાર હથિયાર તરીકે જાહેર કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ ૨૧૨(એ) (૩) (સી) હેઠળ કરવામાં આવી છે.
પિગોટે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ગેરકાયદે નશીલી દવાઓથી જોડાયેલ સંસ્થાઓને સમાપ્ત કરવા અને દાણચોરીનાં એ નેટવર્કને તોડવા માટે અમેરિકા અને ભારતની મજબૂત અને તાજેતરમાં કરાયેલી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેનાથી અમેરિકનોને નુકસાન થાય છે.
અમેરિકનોને ઝેર આપવામાં સામેલ લોકોને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કન્ટ્રોલ (ઓફએફએસી)એ ૨૪ સપ્ટેમ્બરે આ લોકો અને સંસ્થાઓને પ્રતિબંધિત યાદીમાં મૂક્યા હતાં.
સાદિક અબ્બાસ હબીબ સૈયદ, ખિજર મોહંમદ ઇકબાલ શેખ અને કેએસ ઇન્ટરનેશનલ ટ્રેડર્સ (જેને કેએસ ફાર્મસીનાં નામે ઓળખવામાં આવે છે). આ શેખ દ્વારા ચલાવવામાં આવતી ઓનલાઇન ફાર્મસી છે.



