मनोरंजन

સમીરા રેડ્ડી 14 વર્ષ પછી ફરી બોલિવુડ ફિલ્મમાં | Sameera Reddy returns to Bollywood after 14 years



– સંજય દત્ત સાથે આખરી સવાલમા દેખાશે

– લગ્ન બાદ ગોવા સ્થાયી થયેલી સમીરા તથા તેની સાસુના વ્લોગ બહુ લોકપ્રિય 

મુંબઇ : સમીરા રેડ્ડી ૧૪ વરસ પછી સંજય દત્તની આગામી ફિલ્મ ‘આખરી સવાલ’થી ફરી રૂપેરી પડદે જોવા  મળશે. આ ફિલ્મ સંજય દત્તે પોતે બનાવી છે અને તેમાં અમિત સાધ તથા નીતુ ચન્દ્રા સહિતના કલાકારો છે. 

પંકજ ઉધાસનાં આલ્બમ ‘ઔર આહિસ્તા’થી લોકપ્રિય બનેલી સમીરા રેડ્ડીએ એક સમયે બોલિવુડના અનેક ટોચના કલાકારો સાથે કામ કર્યું હતું પરંતુ તેને બોલિવુડમાં ધારી સફળતા મળી ન હતી. તેણે તેલુગુ તથા તમિલમાં પણ કેટલીક ફિલ્મો કરી હતી. ૨૦૧૪માં બિઝનેસ મેન અક્ષય વર્દે સાથે લગ્ન બાદ તે ગોવા સ્થાયી થઈ હતી. જોકે, નવી પેઢીના દર્શકો સમીરાને તેના રમૂજી વ્લોગ્સથી ઓળખે છે. સમીરાની સાસુ મંજરી  વર્દે પણ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂુએન્સર છે અને સમીરા તથા મંજરી વર્દે સાથે મળીને વાનગીની રીતથી માંડીને બીજા અનેક વિષયો પર રમૂજી વિડીયોઝ બનાવે છે. મંજરી વર્દે મૂળ ગુજરાતી હોવાથી તેઓ સમીરાને ગુજરાતી વાનગી શીખવાડતાં હોય તેવા વિડીયોઝ પણ બહુ પોપ્યુલર છે. 



Source link

Related Articles

Back to top button