ગંભીર રાજનીતિ વચ્ચે મસ્તીનો માહોલ: હંગેરીના મંત્રી બનનારા ઝસોલ્ટ હેગેડસના ડાન્સ સ્ટેપ્સ જોઈ તમે પણ કહેશો ‘વાહ’! | hungary new prime minister peter magyar inauguration dancing politician zsolt hegedus viral video

![]()
Zsolt Hegedus Viral Dance Video: હંગેરીના રાજકીય ઇતિહાસમાં શનિવાર, 10 મેનો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. લાંબા સમયથી સત્તા પર રહેલા વિક્ટર ઓર્બાનના શાસનનો અંત આવ્યા બાદ, સેન્ટર-રાઈટ નેતા પીટર માગ્યારે દેશના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા છે. જોકે, આ ગંભીર શપથગ્રહણ સમારોહમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા હંગેરીના ફેમસ ડાન્સિંગ પોલિટિશિયન ઝસોલ્ટ હેગેડસ. તેઓએ પોતાના ડાન્સ દ્વારા ચર્ચામાં આવ્યા હતા.
પાર્લામેન્ટના પગથિયે ફરી વાયરલ ડાન્સ
નવી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પદ માટેના પ્રબળ દાવેદાર ઝસોલ્ટ હેગેડસ શનિવારે ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગયા હતા. હંગેરિયન સંસદના પગથિયાં પર જ તેમણે પોતાના જાણીતા અંદાજમાં ડાન્સ શરૂ કરી દીધો હતો. એપ્રિલમાં જ્યારે તિત્ઝા પાર્ટીએ જંગી વિજય મેળવ્યો ત્યારે તેમનો ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. શનિવારે તેમણે એ જ એર ગિટાર મૂવ્સ સાથે જનતાનું મનોરંજન કર્યું, જેનો વીડિયો હવે ફરી ચર્ચામાં છે.
પીટર માગ્યાર પર જનતાનો ભરોસો
હંગેરીના સંસદ ભવન સામે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વિશાળ સ્ક્રીન પર પીટર માગ્યારના શપથગ્રહણનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે આ વિજય આર્થિક સ્થગિતતા અને વર્ષોના જૂના શાસન સામે પરિવર્તનની લહેર માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષી તિત્ઝા પાર્ટીએ વિક્ટર ઓર્બાનના શાસનનો અંત લાવી લેન્ડસ્લાઈડ વિક્ટરી મેળવી હતી. પીટર માગ્યારે શપથ લીધા બાદ દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અને મિત્ર દેશો સાથે બગડેલા સંબંધો સુધારવાનું વચન આપ્યું છે. ઝસોલ્ટ હેગેડસ માત્ર તેમના રાજકીય કદને કારણે નહીં, પરંતુ તેમના જીવંત વ્યક્તિત્વને કારણે જનતામાં ખૂબ પ્રિય બની રહ્યા છે.
હંગેરીમાં આવેલું આ રાજકીય પરિવર્તન યુરોપિયન યુનિયન માટે પણ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે ગત શાસન દરમિયાન હંગેરીના સંબંધો અન્ય દેશો સાથે તણાવપૂર્ણ રહ્યા હતા. હવે માગ્યારના નેતૃત્વમાં દેશ કઈ દિશામાં આગળ વધે છે, તેના પર સમગ્ર વિશ્વની નજર છે.



