दुनिया

AI બૂમની અસર : સેમસંગની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી | Impact of AI boom: Samsung’s market cap crosses 1 trillion



– દ.કોરિયાનો મુખ્ય સૂચકાંક કોસ્પી રેકોર્ડ સ્તરે પહોંચ્યો

– તાઈવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની બાદ આ સિદ્ધિ મેળવનારી સેમસંગ એશિયાની બીજી કંપની બની 

સિઓલ : વિશ્વમાં આટફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં વધતી માંગના કારણે સેમિકન્ડક્ટર શેરોમાં આવેલા જોરદાર ઉછાળાની અસર જોવા મળી રહી છે. આ કારણે બુધવારે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સની માર્કેટ કેપ ૧ ટ્રિલિયન ડોલરને પાર પહોંચી હતી.

સેમસંગના શેરોમાં એક જ દિવસમાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. જેના કારણે તેની કુલ માર્કેટ કેપ પહેલીવાર ટ્રિલિયન ડોલર પાર પહોંચી હતી. 

આ સિદ્ધિ હાંસલ કરનાર સેમસંગ એશિયાની બીજી કંપની બની હતી. આ ઉછાળાનું મુખ્ય કારણ એઆઈ ટેકનોલોજી માટે જરૂરી અદ્યતન મેમરી ચિપ્સની વધતી માંગ છે. ડેટા સેન્ટર અને એઆઈ સિસ્ટમોમાં વપરાતી આ ચિપ્સના ઉત્પાદન ક્ષેત્રે સેમસંગ આગેવાન છે. 

સેમસંગના શેરોમાં થયેલા વધારાથી દક્ષિણ કોરિયાના મુખ્ય સૂચકાંક કોસ્પી નવા ટોચે પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વભરના સેમિકન્ડક્ટર બજારમાં ચાલી રહેલી તેજી અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચની અપેક્ષાએ પણ આ રેલીને ટેકો આપ્યો છે.



Source link

Related Articles

Back to top button