ચીનને ડ્રેગન શા માટે કહેવાય છે ? કોઈ અન્ય દેશને પણ તેવું નામ મળ્યું છે ? | Why is China called the Dragon Has any other country also received such a name

![]()
– જાપાનનો અર્થ જ છે, ‘ઉગતા સૂર્યનો દેશ’ સૂર્ય તેનું પ્રતીક છે : જ્યારે ભારતને ‘હાથી’ની ઉપમા અપાઈ છે
નવી દિલ્હી : ચીન માટે ડ્રેગન શબ્દ સામાન્ય રીતે વપરાતો જોવા મળે છે. સૌ માને છે કે ડ્રેગન તે ચીનનું પ્રતીકાત્મક સ્વરૂપ છે. તેને કેટલાક ‘ડર’નું પ્રતીક માને છે. પરંતુ તેમ નથી. વાસ્તવમાં ચીનમાં તો ડ્રેગન ઐક્ય, સમૃધ્ધિ અને દૈવી સત્તાનું પ્રતીક છે. પરંતુ ચીન માટે ડ્રેગન શબ્દ ક્યારથી વપરાવા લાગ્યો, તે જાણવું રસપ્રદ બની રહેશે. ચીનાઓ પોતાને ડ્રેગનના સંતાનો તરીકે ઓળખાવે છે.
ચીનની પરંપરા જણાવે છે કે, સમ્રાટ હી-સાંગ-ડી એ તેના ખંડીયા રાજાઓને પોત-પોતાના રાજ્ય ચિન્હોની પ્રતિકૃતિ આપવા જણાવ્યું.
વાસ્તવમાં ડ્રેગનનું સ્વરૂપ તે વિવિધ આકૃતિઓને એકત્રિત કરી જે ઢાળો ઢાળવામાં આવ્યો તેમાંથી રચાઇ હતી તે તે ધારણાઓથી વિરૂધ્ધ ભયનું નહીં પરંતુ જ્ઞાાન, સમૃધ્ધિ, સુરક્ષા અને સૌભાગ્યનું પ્રતિક છે. ભૂતાનમાં પણ ડ્રેગનનું પ્રતીક છે.
જાપાનનું નામ નિપ્પન છે. તેનો અર્થ છે – ઉગતા સૂર્યનો દેશ. જ્યારે ભારત માટે ‘હાથી’નું પ્રતીક છે. હાથી અનુષ્પાદમાં સૌથી બળવાન, છતાં સૌથી વધુ ઉપયોગી અને સહાયક અનુષ્પાદ છે. માટે ભારત માટે હાથી નું પ્રતીક માનવામાં આવે છે.



