WHO હેન્ટા વાયરસ કેસ થયો હોવાનું સ્વીકારે છે, ક્રૂઝ-શિપના પેસેન્જરને ઝયુરિચમાં સારવાર અપાય છે | WHO acknowledges Hantavirus case cruise ship passenger treated in Zurich

![]()
– આ રોગમાં શ્વસન તંત્રમાં ખરાબી થતાં તે જીવલેણ પણ બની શકે
– ‘વ્હુ’ ચીફ કહે છે હેન્ટા વાયરસના 8 કેસ હજી સુધીમાં મળી આવ્યા છે : વધુ હોઈ શકે : આ રોગે સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં દેખા દીધી છે
નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (વ્હુ)ના વડા ટી.એ. ઘેબ્રેસસે જણાવ્યું હતું કે, સ્વિસ અધિકારીઓએ જણાવ્યું છે કે ક્રૂઝ શિપ એમ.વી. હોન્ડીયસના પેસેન્જરને હેન્ટા વાયરસની ગંભીર તકલીફ થતાં તેને ઝયુરિચની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ રોગની સૌથી મોટી તકલીફ તે છે કે, શરૂઆતમાં તો તે કફ-શરદી જેવો જ લાગે છે. પરંતુ પછીથી સમગ્ર શ્વસન તંત્ર ઉપર ફેલાઇ જતાં તે છેવટે દર્દીને મૃત્યુના મુખમાં ધકેલી દે છે. બીજી મુશ્કેલી તે છે કે, આ રોગ મૂળ તો કોરોના-વાયરસના ફણગા સમાન એક વિષાણુથી થાય છે, પરંતુ તેની સામે કોઈ નિશ્ચિત ઔષધ શોધી શકાયું નથી. તેમજ કોઈ નિશ્ચિત રસી પણ તૈયાર થઈ રહી નથી.
વ્હુ ચીફે વધુમાં જણાવ્યું હતું કે, આ જીવલેણ વાયરસે હજી સુધીમાં ત્રણના જીવ લીધા છે. બીજી તકલીફ તે છે કે તે રોગીના શ્વાસ દ્વારા પણ ફેલાય છે.
વ્હુના વડા ડો. ઘેબ્રેસસે વધુમાં જણાવ્યું હતું કે, તેના દર્દીઓએ ઇ-મેઇલ કરતાં તુર્ત જ સારવાર શરૂ થઈ શકે. આ પૂર્વે ત્રણના જાન પણ ગયા છે.
આ ક્રૂઝ-શિપ જેમાં આ રોગીઓ હતા, તે મોટર-વેપલ (એમવી) હોન્ડીયસ એક મહિના પૂર્વે આર્જેન્ટીનાથી નીકળ્યું હતું. તેના ત્રણ પેસેન્જર્સ આ રોગથી મૃત્યુ પામ્યા છે. આ મૃત્યુ પામેલા પેસેન્જર્સના નામ આ પ્રમાણે છે : એક ૫૬ વર્ષના બ્રિટિશર, ૪૧ વર્ષના ડચ-ક્રૂ મેમ્બર અને ૬૫ વર્ષના એક જર્મન નેશનલનો સમાવેશ થાય છે, તેમ બીબીસીએ જણાવ્યું છે.



