दुनिया

કેનેડામાં 12 કરોડના ગાંજાની ચોરી, ભારતીય મૂળના 5 યુવકોની ધરપકડ, કુલ 33 આરોપ લાગ્યા | Indian Origin Men Arrested in Canada Over ₹12 Crore Cannabis Trailer Theft



Indian-Origin Men Arrested in Canada: કેનેડાના ઓન્ટારિયોમાં કાયદેસરના ગાંજા (કેનાબિસ)ના ઉત્પાદનો ભરેલા ટ્રેલરની ચોરીના મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. આશરે 20 લાખ કેનેડિયન ડૉલર (ભારતીય ચલણમાં આશરે 12 કરોડ રૂપિયા)ની કિંમતના માલની ચોરીના આરોપમાં ભારતીય મૂળના પાંચ યુવાનોની ધરપકડ કરવામાં આવી છે. 

શું હતી સમગ્ર ઘટના?

અહેવાલ અનુસાર, આ ટ્રેલર નાયગ્રા પ્રદેશમાંથી ચોરાયું હતું. તેમાં મોટી માત્રામાં કાયદેસર રીતે વેચાણ માટે તૈયાર કરાયેલા ગાંજાના ઉત્પાદનો હતા, જે ઓન્ટારિયોના વિવિધ લાઇસન્સ પ્રાપ્ત દવાખાનાઓમાં સપ્લાય કરવાના હતા. કેનેડામાં ગાંજાનું વેચાણ અને સેવન કાયદેસર હોવાથી આ એક મોટો વ્યાપારી જથ્થો હતો, જે ડિલિવરી થાય તે પહેલા જ લૂંટી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: મેટ ગાલાના ફેશન શોને ‘કોમેડી શો’માં બદલી દેનારા મીમ્સનો સોશિયલ મીડિયામાં વરસાદ

પોલીસની કાર્યવાહી અને ધરપકડ

આ ઘટના 15મી એપ્રિલના રોજ પ્રકાશમાં આવી હતી. મિસિસૌગામાં મેકલોફલિન રોડ અને હાઇવે 401 પાસે શંકાસ્પદ હિલચાલ દેખાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓને લૂંટાયેલું ટ્રેલર મળી આવ્યું હતું અને સ્થળ પરથી પાંચ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી. તેમની તલાશી લેતા બે ગેરકાયદે હથિયારો પણ મળી આવ્યા હતા.

ધરપકડ કરાયેલા શંકાસ્પદોની ઓળખ મનવીર સિંહ (21), સરબજીત સિંહ (32), દિલખાબ સિંહ (21), જયસ્કવન માલ્હી (23) અને કરણ કુમાર (25) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યાનુસાર, કરણ કુમાર હેમિલ્ટનનો રહેવાસી છે, જ્યારે અન્ય ચાર શંકાસ્પદો બ્રેમ્પટનના છે.

કુલ 33 ગંભીર આરોપો

પોલીસે પાંચેય આરોપીઓ સામે મિલકતની ચોરી, ચોરાયેલી મિલકતનો ગેરકાયદે કબજો રાખવો અને પ્રતિબંધિત હથિયારો રાખવા સહિતના કુલ 33 ગુનાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે.

વધુ ધરપકડની શક્યતા

યોર્ક પ્રાદેશિક પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં કોઈ મોટું નેટવર્ક સામેલ હોવાની આશંકા છે. હાલ તપાસ ચાલુ છે અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ પાસે આ ઘટના અંગે વધારાની માહિતી હોય તો તેઓ ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરી શકે છે.



Source link

Related Articles

Back to top button