दुनिया

યુએસમાં પ્રાયમરીઝમાં ડેમોક્રેટસનો દબદબો પણ રિપબ્લિકન પર ટ્રમ્પની પકડ | Democrats dominate primaries in the US but Trump’s grip on Republicans



– ઓહાયોમાં ગવર્નરની ચૂંટણીમાં રામાસ્વામી અને એક્ટન ટકરાશે 

– મિશિગનમાં ડેમોક્રેટ ચેડરિક ગ્રીન વિજયી બનતાં સ્ટેટ સેનેટ પર ડેમોક્રેટસનો અંકુશ અકબંધ રહ્યો  

વોશિંગ્ટન : યુએસમાં ઇન્ડિયાના, ઓહાયો અને મિશિગનની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓમાં ડેમોક્રેટસ જોરમાં હશે પણ રિપબ્લિકન પક્ષ પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પક્કડ હજી મજબૂત જણાઇ છે. ઇન્ડિયાનામાં ડિસેમ્બરમાં ટ્રમ્પના ડિસ્ટ્રિક્ટ ફરી રચવાની યોજનાનો વિરોધ કરનારા સાત સ્ટેટ સેનેટર્સ હારી ગયા હતા જ્યારે ટ્રમ્પની પડખે ઉભાં રહેલાં પાંચ ઉમેદવારો નાણાંના જારે ચૂંટણી જીતી ગયા હતા. મિશિગનમાં સ્ટેટ સેનેટની રેસ ડેમોક્રેટ સરળતાથી જીતી ગયા હતા જ્યારે ઓહાયોમાં ટ્રમ્પના માનીતા વિવેક રામાસ્વામી સરળતાથી તેમના પ્રતિસ્પર્ધી ધ કાર ગાય કેસી પુશ્ચને હરાવી હવે નવેમ્બરમાં એમી એક્ટન સામે ટકરાશે. ભૂતપૂર્વ પબ્લિક હેલ્થ ડાયરેક્ટર એમી એક્ટન ડેમોક્રેટ પ્રાયમરીમાં બિનહરિફ ચૂંટાઇ આવી હતી. 

ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પાછાં ફર્યા એ પછી ચૂંટણી પરિણામોમાં ડેમોક્રેટસનું જોર વધ્યું છે. સેન્ટ્રલ મિશિગનમાં પણ મંગળવારે આ પ્રવાહ ચાલુ રહ્યો હતો. ડેમોક્રેટ ચેડરિક ગ્રીને સ્ટેટ સેનેટ સીટ પર ૨૦૨૪માં એક પોઇન્ટ કરતાં પણ ઓછી બહુમતિથી જીત્યા હતા. આ નવેમ્બરમાં પણ આ બેઠક કોને ફાળે જાય છે તેના પર બધાંની નજર રહેશે કેમ કે પ્રમુખની ચૂંટણીઓમાં તેનું પરિમામ મહત્વપૂર્ણ બની રહેશે. ગ્રીનની જીતને કારણે સ્ટેટ સેનેટમાં ડેમોક્રેટને પાકી બહુમતિ મળી હતી જો રિપબ્લિકન ઉમેદવાર જીત્યો હોત તો બંને પક્ષોની સેનેટમાં ૧૯-૧૯ બેઠક હોત. ડેમોક્રેટ ક્રિસ્ટેન મેકડોનાલ્ડ રિવેટ કોંગ્રેસમાં જતાં તેમણે આ બેઠક પર રાજીનામું આપતાં તે એક વર્ષથી ખાલી પડી હતી. મોડી સાંજે આવેલાં સમાચાર અનુસાર આ બેઠક પર ફરી ગ્રીન વિજયી બન્યા હતા. જેને કારણે મિશિગનની સેનેટ પર ડેમોક્રેટનો અંકુશ અકબંધ રહ્યો છે. 

ઇન્ડિયાનામાં ટ્રમ્પ દ્વારા કોંગ્રેસનલ ડિસ્ટ્રિકટની સરહદો ફરી નક્કી કરવાની યોજનાનો વિરોધ કરનારા સાત સેનેટર્સને હરાવવા નાણાં પાણીની જેમ વાપરવામાં આવ્યા હોવાનો અંદાજ છે. પ્રમુખે આ ચૂંટણીમાં જાહેરાતો પાછળ ૮૩ લાખ ડોલર્સનો ખર્ચ કર્યો હોવાનું મનાય છે. જે અભૂતપૂર્વ છે. ટ્રમ્પે તેમની યોજનાનો વિરોધ કરનારા સેનેટર્સને તેમના સોશ્યલ મિડિયા પર નામના રિપબ્લિકન્સ ગણાવ્યા હતા. મંગળવારે મોડી સાંજ સુધીમાં આવેલા પરિણામો અનુસાર એક બેઠકનું પરિણામ બાકી હતું જ્યારે ટ્રમ્પનો ટેકો ધરાવતાં બાકીના ઉમેદવારો વીસ ટકા પોઇન્ટથી જીતી ગયા હતા. 

ટ્રમ્પ કિન્નાખોરી રાખવા માટે જાણીતાં છે.તેમની પડખે રહેનારા ઉમેદવારોને ફાયદો થાય છે. ઇરાનના યુદ્ધનો વિરોધ કરનારા પ્રતિનિધિ થોમસ માસ્સીને માર્ચમાં યોજાયેલી ચૂંટણીસભામાં ટ્રમ્પે સૌથી ખરાબ વ્યક્તિ ગણાવ્યા હતા. બંને પક્ષોએ તેમના ચૂંટણી પ્રચારમાં બેફામ નાણાં વાપર્યા હતા. રિપબ્લિકન ગુ્રપ્સ દ્વારા કુલ ૭૯ મિલિયન ડોલર્સ અને ડેમોક્રેટના ગુ્રપ્સ દ્વારા ૪૦ મિલિયન ડોલર્સ વાપર્યા હતા. 



Source link

Related Articles

Back to top button