दुनिया

દુર્ગમ ટાપુઓની સફરે નિકળેલા સ્પેનના જહાજમાં હંટા વાયરસ, ૩ પ્રવાસીઓના મોત પછી ડરનો માહોલ યથાવત | Hanta virus on Spanish ship sailing to remote islands fear persists after 3 passengers die


બાર્સિલોના,૬ મે,૨૦૨૬,બુધવાર 

આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દક્ષિણ એટલાન્ટિક મહાસાગરના ટાપુઓનો પ્રવાસ કરી રહેલા જહાજમાં હંટા વાયરસનું સંક્રમણ જણાતા હાહાકાર મચી ગયો હતો. ૧૫૦ મુસાફરોથી ભરેલા જહાજને પહેલા તાત્કાલિક અસરથી આફ્રીકી મહાદ્વીપિય દેશ કાબો વેર્દેના કાંઠે લાગરવામાં આવ્યું હતું. જહાજમાં મુસાફરી કરેલા મોટા ભાગના યુરોપિયન અને જાપાની નાગરિકો હતા. જહાજમાં ૭ લોકોને ખતરનાક ગણાતા હંટા વાયરસનું સંક્રમણ થયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું જેમાંથી ૩ લોકોના જહાજમાં જ મોત થયા હતા.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ માહિતી આપી હતી કે મૃતકોમાં એક જર્મનીનો નાગરિક અને એક નેધરલેન્ડનું દંપતિ હતું. સ્પેનના અધિકારીઓએ જહાજને ત્રણથી ચાર દિવસમાં કેનરીના કોઇ ટાપુ પર લાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જહાજના તમામ યાત્રીઓની અને ક્રુ મેમ્બરના આરોગ્યની ઘનિષ્ઠ ચકાસણી અને સારવાર કરવામાં આવશે. પ્રવાસીઓના આરોગ્યની સંપૂર્ણ તપાસ પછી જ પોતાના દેશ જવા દેવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર એમ વી હોંડિયસ નામનું સ્પેન કંપનીનું એક્ ક્રુઝ જહાજ એન્ટાર્કિટા અને દક્ષિણ એન્ટાર્કિટકાના અંતરિયાળ ગણાતા ટાપુઓના પ્રવાસે હતું. અત્યંત દુગર્મ સ્થળે મુશ્કેલીથી પહોંચવાનો રોમાંચ અનુભવવાનો શોખીનો આમાં પ્રવાસ કરતા હોય છે. 

દુર્ગમ ટાપુઓની સફરે નિકળેલા સ્પેનના જહાજમાં હંટા વાયરસ,  ૩ પ્રવાસીઓના મોત પછી ડરનો માહોલ યથાવત 2 - image

એમવી હોંડિયસ ૧ એપ્રિલથી દક્ષિણ આર્જેન્ટિનાથી રવાના થયું હતું. ૬ એપ્રિલના રોજ  જહાજમાં નેધરલેન્ડના ૭૦ વર્ષિય નાગરિકને તાવ,માથાનો દુખાવો અને ડાયેરિયાની અસર થઇ હતી. ૧૧ એપ્રિલના રોજ શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા જહાજમાં જ મુત્યુ થયું હતું. એ સમયે મુત્યુ થવાનું કારણ જાણી શકાયું ન હતું.  બે સપ્તાહ પછી ૨૪ એપ્રિલે જહાજ સેંટ હેલેના પહોંચે તે પહેલા એ ટાપુ પાસે રોકાયું જયાં મૃતકના શબને ઉતારવાનું હતું. ૬૯ વર્ષની પત્ની પોતાના પતિના શબને લઇને ટાપુ પર મુકીને  આફ્રિકા જવા રવાના થઇ હતી. ૨૫ એપ્રિલે મહિલા દક્ષિણ આફ્રિકાની ફલાઇટ પકડે તે પહેલા અચાનક તબિયત બગડવાથી એરપોર્ટ પર જ બેભાન થઇને પડી હતી.

૨૬ એપ્રિલના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મુત્યુની ત્રીજી ઘટનામાં એક જર્મન મહિલા જહાજમાં જ ફસડાઇ હતી. જર્મન મહિલામાં ન્યુમોનિયા જેવા લક્ષણો જણાતા હતા ત્યારે જહાજ કેપ વર્ડે તરફ આગળ વધી રહયું હતું. દક્ષિણ આફ્રિકાના આરોગ્ય અધિકારીઓએ જહાજમાં મુસાફરી કરી રહેલા એક બ્રિટિૅશયાત્રીના તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી હંટા વાયરસ પોઝિટિવ આવ્યો હતો. બ્રિટિશ નાગરિકને આઇસીયુમાં ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતાને પાંમીને ૪ મે ના રોજ જહાજમાં રહેલા જર્મનીની મૃત મહિલાના શબનું પરિક્ષણ કરવામાં આવતા હંટા વાયરસની હાજરી જોવા મળી હતી.



Source link

Related Articles

Back to top button