दुनिया

‘અમેરિકાના લોકો બેવકૂફ છે’ : ભારતમાં ડાબેરીઓના સફાયાથી એક્ષપર્ટ ખુશ | ‘Americans are stupid’: Expert happy with Left purse in India



– અમેરિકામાં ભારતના મતદારોની ભારોભાર પ્રશંસા કરાઈ

– કેરળ વિધાનસભા ચૂંટણીમાં UDFને 102 સીટ મળી : વામપંથી ગઠબંધન LDF માત્ર 35 સીટો જ મેળવી શક્યું

નવી દિલ્હી : કેરળ વિધાનસભા ચૂંટણીમાં ડાબેરી ગઠબંધનનો પરાજય થયો છે. આ સાથે ભારતના કોઈ પણ રાજ્યમાં ડાબેરી સરકાર નથી રહી. ભારતમાં આવેલાં ચૂંટણી પરિણામોએ માત્ર ભારતમાં જ નહી પરંતુ આંતર-રાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભારે હલચલ મચાવી દીધી છે. હવે કેરળમાં છ દશકથી ચાલતા દબદબાનો અંત આવી ગયો છે અને કોંગ્રેસના નેતૃત્વ નીચેના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. તે અંગે એક અમેરિકી એક્ષ્પર્ટે મહત્ત્વના વિધાનો કર્યા છે. તેઓએ ભારતના મતદારોની ભારોભાર પ્રશંસા કરી છે. બીજી તરફ અમેરિકાના લોકોને બેવકૂફ કહ્યા છે.

અમેરિકી ‘ઓબીસી- એનાલિસ્ટ’ તરીકે સ્તર્ક ડબોલિન્સે ભારતના મતદારોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, ‘ભારતે કોમ્યુનિસ્ટોને ફેંકી દીધા છે. જ્યારે અમેરિકાએ પોતાના શહેરો અને રાજ્યોમાં તથા ફેડરલ કોંગ્રેસમાં પણ ડાબેરીઓને ચૂંટી કાઢ્યા છે. આપણે આટલા બધા બેવકૂફ છીએ.’

કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ નીચે યુડીએફને જીત મળી છે તેને ૧૪૦માંથી ૧૦૩ સીટ મળી છે. જ્યારે ડાબેરી ગઠબંધન એલ.ડી.એફ.ને માત્ર ૩૫ બેઠકો જ મળી છે. જ્યારે ભાજપાએ ત્રણ સીટ મેળવી છે.

આ જનાદેશ સાથે ડાબેરીઓનો છેલ્લો ગઢ પણ ઢળી પડતા સ્થિતિ એવી ઉપસ્થિત થઈ છે કે ભારતમાં ક્યાંય પણ કોઈ રાજ્યમાં ડાબેરી સરકાર રહી નથી. કેરળના મુખ્યમંત્રી પિનારાઇ વિજયન સહિત સીપીઆઇ (એમ)ના કેટલાય વરિષ્ઠ નેતાઓએ ભારે મુકાબલાનો સામનો કરવો પડયો. કેટલાયે મંત્રીઓએ પોતાની સીટ ગુમાવી. વિશેષજ્ઞાો કહે છે કે, સબસીડી અને પેન્શનના ભરોસે વૉટ-બેન્ક બનાવનાર લેફ્ટ ખત્મ થઈ ગયું છે. યુવાનો હવે આર્થિક મદદ નહીં પરંતુ આર્થિક વિકાસ અને નોકરીની તકો માંગે છે.



Source link

Related Articles

Back to top button