दुनिया

અમેરિકામાં ભારતનું 16.4 અબજ ડૉલરનું સીધું મૂડીરોકાણ, 70800 નોકરીઓ પણ એ જ કારણે ટકી | India’s 14 4 billion direct investment in the US sustains 70 800 jobs



– ભારતીય કંપનીઓએ યુએસમાં રિસર્ચ માટે 33 કરોડ ડોલર્સ વાપર્યાં  

– ટેક્સાસ, જ્યોર્જિયા અને ન્યુ જર્સીમાં ભારતીય કંપનીઓ દ્વારા સૌથી વધારે એફડીઆઇ 

Indians in USA: યુએસમાં ભારતનું સીધું વિદેશી મૂડીરોકાણ-એફડીઆઇ- વધીને અંદાજે 16.4 અબજ ડોલર્સ થયું છે અને તે આશરે 70800 નોકરીઓ ટકાવી રાખે છે તેમ મેરીલેન્ડ રાજ્યમાં યોજાયેલી સિલેક્ટ યુએસએ ઇન્વેસ્ટમેન્ટ સમિટ દરમ્યાન સીઆઇઆઇ ઇન્ડિયાના કાર્યક્રમમાં યુએસ નાયબ મંત્રી બ્રાન્ડોન રેમિંગ્ટને જણાવ્યું હતું. ભારતીય કંપનીઓએ યુએસમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ 313 મિલિયન ડોલર્સનો ખર્ચ કર્યો હતો તેમ તેમણે ઉમેર્યું હતું.

સીઆઇઆઇના 2023માં જારી કરવામાં આવેલાં અહેવાલમાં જણાવ્યા અનુસાર યુએસમાંએ સમયે 40 અબજ ડોલર્સનું ભારતીય ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. જેના કારણે સવા ચાર લાખ નોકરીઓ સર્જાઇ હતી. સીઆઇઆઇ દ્વારા 2023માં જારી કરવામાં આવેલાં ઇન્ડિયન રૂટ્સ અમેરિકન સોઇલ રિપોર્ટમાં  જણાવ્યા અનુસાર ભારતીય કંપનીઓએ યુએસમાં સંશોધન અને વિકાસ યોજનાઓમાં એક અબજ ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું  હતું. આ કંપનીઓએ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી-સીએસઆર-પેટે 195 મિલિયન ડોલર્સનું પ્રદાન કર્યું હતું. 

વાણિજ્ય વિભાગના ડેપ્યુટી અંડરસેક્રેટરી રેમિંગ્ટને જણાવ્યું હતું કે અમે ભારતમાંથી યુએસમાં થતાં મૂડીરોકાણને આવકારીએ છીએ. ઉપલબ્ધ ડેટા અનુસાર ભારતમાંથી યુએસમાં કરવામાં આવેલું એફડીઆઇ 16.4 અબજ ડોલર્સ જેટલું છે અને તેના કારણે 70800 નોકરીઓ સર્જાઇ છે.આ કંપનીઓ દ્વારા 1.5 અબજની નિકાસ પણ કરાઇ છે.  

ગયા અઠવાડિયે ભારતની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ન્યુ જર્સી સ્થિત ઓર્ગેનોન એન્ડ કંપનીને 12 અબજ ડોલર્સમાં હસ્તગત કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે આ સમિટમાં ડઝનેક ભારતીય કંપનીઓ દ્વારા નવા ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરવામાં આવશે. નેશનલ હાર્બર ખાતે યોજાયેલાં સીઆઇઆઇ ઇન્ડિયા રિસેપ્શન સમારોહમાં  ડેલાવરના ગવર્નર મેટ્ટ મેયર અને મેરીલેન્ડના લેફ્ટનન્ટ ગવર્નર અરૂણા મિલર સહિત બિઝનેસ લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા. 

ભારતીય રાજદૂતાવાસમાં ડેપ્યુટી ચીફ તરીકે કામ કરતાં નામગ્યા ખામ્પાએ જણાવ્યું હતું કે એડવાન્સ્ડ મેન્યુફેકચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, એનર્જી અને ઘણાં ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ દ્વારા સમગ્ર યુએસમાં હજારો નોકરીઓને ટેકો આપવામાં આવી રહ્યો છે. 

સીઆઇઆઇ રિપોર્ટ અનુસાર ભારતીય કંપનીઓમાંથી જે ત્રણ રાજ્યોમાં સૌથી વધારે એફડીઆઇ આવે છે તેમાં ટેક્સાસ(9.8 અબજ ડોલર્સ) જ્યોર્જિયા(7.5 અબજ ડોલર્સ) અને ન્યુ જર્સી(4.2 અબજ ડોલર્સ)નો સમાવેશ થાય છે. 



Source link

Related Articles

Back to top button