मनोरंजन

‘મેં તમારું શું બગાડ્યું છે..’, બંગાળ ભાજપ પ્રદેશ અધ્યક્ષે રાજકીય નિવેદનમાં અનુપમ ખેરનું લીધું નામ, વળતો રમૂજી જવાબ | anupam kher reacts to bengal bjp chief samik bhattacharya statement



Samik Bhattacharya Statement On Anupam Kher: પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીત બાદ રાજકીય નિવેદનબાજીથી માહોલ સતત ગરમાઈ  ગયો છે. હાલમાં બંગાળમાં ભાજપ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યે મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર નિશાન સાધતા બોલિવૂડ એક્ટર અનુપમ ખેરનો ઉલ્લેખ કર્યો હતો, જેના પછી વિવાદ ઉભો થયો છે. તેમણે કહ્યું હતું કે, ‘અનુપમ ખેરના માથા પર ફરીથી નવા વાળ આવી શકે છે, પરંતુ TMC હવે ફરી ક્યારેય સરકાર બનાવી શકશે નહીં.’ હવે બંગાળ ભાજપ પ્રમુખના નિવેદન પર અભિનેતા અનુપમ ખેરે કટાક્ષ ભરી પણ રમૂજી પ્રતિક્રિયા આપી છે.

અનુપમ ખેરે શું કહ્યું?

અભિનેતા અનુપમ ખેરે પોતાના ઓફિશિયલ એક્સ (X) હેન્ડલ પર બંગાળ ભાજપ અધ્યક્ષ સમીક ભટ્ટાચાર્યનો વીડિયો શેર કર્યો છે. તેમણે રમુજી અંદાજમાં લખ્યું, ‘અરે ભૈયા જી! મેં તમારું શું બગાડ્યું છે! કેમ તમે ઈચ્છો છો કે મારા માથા પર વાળ આવી જાય! વર્તમાન સંજોગોમાં તો હું જન્મો સુધી આવું નહીં ઈચ્છું! જય શ્રી રામ!’ આ સાથે તેમણે ઘણા બધા હસતા ઈમોજી પણ શેર કર્યા છે.

અનુપમ ખેરની પોસ્ટ પર યુઝર્સની મજાક

અનુપમ ખેરની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અનુપમ ખેર બી લાઈક: મને કેમ વચ્ચે લાવ્યા?’ બીજા એક યુઝરે લખ્યું, ‘ભૈયા જીએ ભાલો ફેંક્યો અને જઈને ફસાયો અનુપમ જીના વાળમાં.’ એકે લખ્યું, ‘બધા મજા લઈ રહ્યા છે.’ અન્ય એકે લખ્યું, ‘અનુપમ ખેરના માથા પર કાળા વાળ આવવા પર તેઓ કેવા દેખાશે? સર માટે એક તસવીર આપો ને યાર.’

આ પણ વાંચો: સલમાન-કરીનાની જોડી ફરી મચાવશે ધૂમ? બજરંગી ભાઈજાન બાદ સુપરહીરો ફિલ્મમાં જોવા મળશે આ ફેવરિટ જોડી!

અભિનેતાની 551મી ફિલ્મ આવશે

અભિનેતા અનુપમ ખેર છેલ્લે ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’માં જોવા મળ્યા હતા, જેમાં તેમનો અભિનય લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. જો કે તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ ચાલી ન હતી. હવે અનુપમ ખેર ફિલ્મ ‘ફ્લિકર’માં જોવા મળશે. આ અભિનેતાની 551મી ફિલ્મ છે. થોડા દિવસો પહેલા ‘ફ્લિકર’ માંથી તેમનો ફર્સ્ટ લુક રિલીઝ થયો હતો. અનુપમ ખેર પાસે ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા 2’ પણ છે. બોમન ઈરાની પણ આ ફિલ્મનો હિસ્સો છે. 



Source link

Related Articles

Back to top button