मनोरंजन

મહિનાઓની ડેટિંગ પછી ધનુષ અને મૃણાલ ઠાકુર છૂટા પડયા | Dhanush Mrunal Thakur break up after months of dating



– લગ્નની અફવાઓ પછી છૂટાછેડાના અહેવાલ 

– રોમાન્સની અટકળો વચ્ચે પણ મૃણાલે ધનુષને માત્ર સારો મિત્ર જ ગણાવ્યો હતો  

મુંબઈ : અહેવાલો મુજબ લાંબા સમયના રોમાન્સની અફવા પછી ધનુષ અને મૃણાલ ઠાકુરે તેમના સંબંધનો અંત લાવી દીધો છે. કહેવાય છે કે બંનેએ પોતાના રસ્તા અલગ કર્યા છે, જો કે બંનેમાંથી કોઈપણ કલાકારે આ બાબતની પુષ્ટી નથી કરી અને તેમના કથિત બ્રેકઅપ પાછળના કારણો પણ અજ્ઞાાત રહ્યા છે.

તેમની વચ્ચેના રોમાન્સની અટકળો ઓગસ્ટ ૨૦૨૫થી શરૂ થઈ હતી જ્યારે તેઓ મૃણાલની ફિલ્મ ‘સન ઓફ સરદાર ટુ’ના પ્રીમિયર ખાતે સાથે દેખાયા હતા. ધનુષની ‘તેરે ઈશ્ક મેં’નું શૂટ પૂર્ણ થયાની પાર્ટીમાં મૃણાલની હાજરી તેમજ ધનુષની બહેનો સાથે મૃણાલના સોશિયલ મીડિયા વાર્તાલાપે ડેટિંગની અફવાઓને બળ આપ્યું. જો કે તેમના રોમાન્સની અફવા વચ્ચે પણ મૃણાલે એમ જ કહ્યું હતું કે ધનુષ માત્ર તેનો સારો મિત્ર છે.

અગાઉ આ વર્ષે એઆઈ આધારીત લગ્નના ફોટા ઓનલાઈન વાયરલ થયા પછી તેમના લગ્ન ટૂંક સમયમાં થવાના હોવાની અફવા પણ ફેલાઈ હતી. જો કે બંને કલાકારોએ એ અહેવાલો નકારી દીધા હતા. ધનુષ અગાઉ ઐશ્વર્યા રજનીકાંત સાથે પરણેલો હતો અને તેમના લગ્ન ૧૮ વર્ષ  ચાલ્યા. બંનેએ ૨૦૨૨માં છૂટાછેડા લીધા. 



Source link

Related Articles

Back to top button