मनोरंजन

વિક્રમ ભટ્ટે નવી હોરર સાથે 1920 ફ્રેન્ચાઈસી ફરી શરૂ કરી | Vikram Bhatt Reboots 1920 Franchise with New Horror



– હોન્ટેડની આશ્ચર્યજનક સફળતાથી હામ જાગી 

– કોઈ ખાસ પ્રચાર કે સ્ટાર વિના પણ હોન્ટેડને 8 દિવસમાં 18 કરોડની કમાણી

મુંબઈ: ‘હોન્ટેડ 3ડીઃ એકોસ ઓફ ધી પાસ્ટ’ની  અનપેક્ષિત સફળતા પછી ફિલ્મસર્જક વિક્રમ ભટ્ટે તેની આઈકોનિક હોરર યુનિવર્સ ‘૧૯૨૦ઃ કોલ્ડ વિન્ટર’ તરીકે નવા પ્રકરણની જાહેરાત કરી છે.  આ ફિલ્મ ‘૧૯૨૦ ‘ફ્રેન્ચાઈસીની છઠ્ઠી ફિલ્મ છે.

આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ‘હોન્ટેડ ૩ડીઃએકોસ ઓફ ધી પાસ્ટ’એ સમગ્ર દેશમાં આઠ દિવસમાં રૂા. ૧૮.૯૧ કરોડની કમાણી કરીને બોક્સ ઓફિસ સફળતા હાંસલ કરી  છે.  અન્ય  ફિલ્મો સાથે સ્પર્ધા હોવા છતાં ફિલ્મ આશ્ચર્યજનક રીતે હિટ પૂરવાર થઈ  છે.  તેની સફળતાએ ભટ્ટની હોરર શૈલીમાં વિશ્વાસ સ્થાપ્યો છે અને આ  ફ્રેન્ચાઈસી પાસે વફાદાર ચાહક વર્ગ હોવાનું પૂરવાર કર્યું છે.

‘૧૯૨૦ઃકોલ્ડ વિન્ટર’ના  પોસ્ટરમાં ઓછા પ્રકાશવાળુ મકાન, વરસાદમાં ભીંજાયેલી  એક બગી અને બારી પાછળ ડોકાતો રહસ્યમય ચહેરો દેખાય છે. ‘નિર્દોષ દેખાતાથી સાવધાન. તેઓ ભયંકર શેતાનને છાવરતા હોય છે’ જેવી ચેતવણી  દર્શાવાઈ છે. 



Source link

Related Articles

Back to top button