दुनिया

ભારતીય સામાન પર ટેક્સ લગાવીને ફસાયા બાલેન શાહ? બોર્ડર પર ચક્કાજામ, મોંઘવારીનો ડર | Nepal Customs Row New MRP Rules Halt Indian Imports Thousands of Trucks Stranded at Border



Nepal New customs duty Law: નેપાળમાં ભારતથી આવતા સામાન પર લાદવામાં આવેલા નવા કસ્ટમ ટેક્સ અને કડક નિયમોને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. નેપાળના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંની સરકારના નવા આદેશ બાદ વેપારીઓએ વિરોધ નોંધાવતા છેલ્લા ચાર દિવસથી સામાનની આયાત અટકાવી દીધી છે. આ અચોક્કસતાને કારણે ભારત-નેપાળ બોર્ડર પર હજારો કન્ટેનરો ફસાઈ ગયા છે અને ટ્રકોની લાંબી લાઈનો લાગી છે. જો વેપારીઓ અને સરકાર વચ્ચેનો આ અવરોધ જલ્દી ઉકેલાશે નહીં, તો નેપાળના બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ શકે છે અને સામાન્ય જનતા માટે મોંઘવારીનો મોટો ફટકો પડવાની શક્યતા છે.

શું છે નવો નિયમ અને કેમ થયો વિવાદ?

નેપાળ સરકારે 28 એપ્રિલથી એક નવો નિયમ અમલી બનાવ્યો છે, જે મુજબ ભારતથી આવતા 100 નેપાળી રૂપિયાથી વધુની કિંમતના દરેક સામાન પર કસ્ટમ ડ્યુટી એટલે કે ટેક્સ ભરવો પડશે. આ નવા કાયદાની સૌથી મહત્ત્વની શરત એ છે કે કોઈપણ સામાન નેપાળમાં પ્રવેશતા પહેલા તેના પર MRP(મહત્તમ છૂટક કિંમત)નું લેબલ લાગેલું હોવું ફરજિયાત છે. જોકે, સરકારના વાણિજ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગે વેપારીઓને તૈયારી કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ વેપારીઓ આ ફેરફારનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દરેક નાની-નાની ચીજવસ્તુઓ પર અગાઉથી કિંમતના લેબલ લગાવવા વ્યવહારિક રીતે ખૂબ જ અઘરું છે, જેના કારણે અત્યારે આયાતની પ્રક્રિયા અટકી પડી છે.

બોર્ડર પર કન્ટેનરોનો જમાવડો અને આર્થિક અસર

નવા નિયમના કડક અમલીકરણને કારણે ભૈરહવા, વીરગંજ, વિરાટનગર અને નેપાળગંજ જેવા મુખ્ય બોર્ડર પોઈન્ટ્સ પર માલસામાન ભરેલા ટ્રકો અટવાઈ પડ્યા છે. ભૈરહવા કસ્ટમ ઓફિસના જણાવ્યા અનુસાર, મંગળવારથી અત્યાર સુધીમાં 1,000થી વધુ કન્ટેનરો બોર્ડર પર ફસાયેલા છે. કસ્ટમ અધિકારીઓ માત્ર એ જ સામાનને પ્રવેશ આપી રહ્યા છે જેના પર MRP લખેલી હોય. જોકે, રાહતની વાત એ છે કે પેટ્રોલિયમ પેદાશો, ઔદ્યોગિક કાચો માલ અને શાકભાજી જેવો જલ્દી બગડી જાય તેવા સામાનને અત્યારે છૂટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ટ્રમ્પ પાસે અસંભવ મિલિટ્રી ઓપરેશન કે સમજૂતી સિવાય કોઈ વિકલ્પ નથી

10 વર્ષ જૂનો પ્રયાસ અને વર્તમાન સ્થિતિ

નેપાળ સરકાર છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી આ MRP નિયમ લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. સૌપ્રથમ 17 સપ્ટેમ્બર, 2012ના રોજ વાણિજ્ય મંત્રાલયે આ અંગે ગેઝેટ બહાર પાડ્યું હતું. નેપાળ સરકારનું માનવું છે કે આ નિયમથી ગ્રાહકોને છેતરાતા બચાવી શકાશે અને ટેક્સની ચોરી અટકશે. પરંતુ વેપારીઓના વિરોધને કારણે આ યોજના વારંવાર લંબાઈ રહી છે. હાલની બાલેન સરકારે આ વખતે મક્કમતા બતાવતા બોર્ડર પર માલની અવરજવર ખોરવાઈ છે, જેની સીધી અસર આવનારા દિવસોમાં નેપાળના અર્થતંત્ર અને સામાન્ય જનતાના ખિસ્સા પર જોવા મળશે.


ભારતીય સામાન પર ટેક્સ લગાવીને ફસાયા બાલેન શાહ? બોર્ડર પર ચક્કાજામ, મોંઘવારીનો ડર 2 - image



Source link

Related Articles

Back to top button