दुनिया

અમે ભારત જેવા નથી, અમારી પાસે કોઈ ઓઇલ ભંડાર નથી, યુદ્ધને કારણે પાકિસ્તાનની ભૂંડી હાલત | Pakistan Oil Crisis Petroleum Minister Admits Only 7 Days of Stock Left Amid Iran US Tension



Pakistan Oil Crisis: ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની સીધી અસર પાડોશી દેશ પાકિસ્તાન પર જોવા મળી રહી છે. પાકિસ્તાનમાં ઓઇલનું સંકટ એટલું ઘેરું બન્યું છે કે હવે ત્યાંના મંત્રીઓએ પણ જાહેરમાં પોતાની લાચારી સ્વીકારવી પડી છે. 

પાકિસ્તાનમાં માત્ર એક અઠવાડિયાનો જ ક્રૂડ ઓઇલનો સ્ટોક

પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ઓન-કેમેરા કબૂલાત કરી છે કે પાકિસ્તાનમાં હવે માત્ર 5થી 7 દિવસનો જ ક્રૂડ ઓઇલનો સ્ટોક બચ્યો છે. તેમણે સ્વીકાર્યું કે પાકિસ્તાન પાસે ભારત જેવો કોઈ ઓઇલ ભંડાર નથી અને તેમનો દેશ માત્ર કોમર્શિયલ રિઝર્વ પર જ નિર્ભર છે. ઈરાન યુદ્ધના કારણે હોર્મુઝ સ્ટ્રેટ જળમાર્ગ ઠપ થતા તેલની કિંમતો વધીને 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જેનાથી પાકિસ્તાનની મુસીબતોમાં મોટો વધારો થયો છે.

ભારતના ઓઇલ રિઝર્વ અને આર્થિક તાકાતથી પાકિસ્તાન ચિંતિત

પાકિસ્તાની મંત્રીએ ભારત સાથે સરખામણી કરતા જણાવ્યું હતું કે ભારત પાસે 60થી 70 દિવસનો ઓઇલ ભંડાર છે, જે કટોકટીના સમયે તરત જ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત ભારત પાસે 600 અબજ ડોલરનું વિદેશી હૂંડિયામણ હોવાથી તે આ સંકટનો સામનો કરવા સક્ષમ છે. ભારત પર IMFનું કોઈ દબાણ નથી અને તેની પાસે પૂરતી ‘ફિસકલ સ્પેસ’ હોવાથી ટેક્સ ઘટાડીને સામાન્ય જનતાને રાહત આપી શકે છે, જ્યારે પાકિસ્તાન માટે આવું કરવું અશક્ય છે.

મોંઘવારી અને દેવાના બોજ હેઠળ દબાયું પાકિસ્તાન

શાહબાઝ શરીફ સરકારે તાજેતરમાં પેટ્રોલના ભાવમાં 80 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેનો ખર્ચ પેટ્રોલિયમ લેવીમાંથી ઉઠાવવામાં આવશે. પાકિસ્તાનના પીએમએ પણ કબૂલ્યું છે કે ઈરાન યુદ્ધને કારણે દેશની અર્થવ્યવસ્થા બરબાદીના આરે છે અને ઓઇલનું દેવું બમણાથી પણ વધુ વધી ગયું છે. દેશમાં ઊર્જા સંકટને કારણે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે, સરકારી અધિકારીઓના પગારમાં કાપ મુકવામાં આવ્યો છે અને લોકોને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ અપાઈ રહી છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાએ 15 ભારતીયોને તગેડી મૂક્યા, જાણો શું છે તેમના ગુના? ચાર્ટર્ડ ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યા

ભારતની સ્થિતિ સ્થિર: રશિયા પાસેથી સસ્તું ઓઇલ અને ટેક્સમાં ઘટાડો

બીજી તરફ, વૈશ્વિક સંકટ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ભારત સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં આશરે 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરીને જનતા અને ઓઇલ કંપનીઓને રાહત આપી છે. ભારત પોતાની વ્યૂહરચના હેઠળ રશિયા જેવા મિત્ર દેશો પાસેથી સસ્તું ઓઇલ ખરીદી રહ્યું છે અને ઓઇલ આયાત માટેના અન્ય વિકલ્પો પણ વધારી રહ્યું છે, જે તેને આ વૈશ્વિક કટોકટીમાં સુરક્ષિત રાખે છે.


અમે ભારત જેવા નથી, અમારી પાસે કોઈ ઓઇલ ભંડાર નથી, યુદ્ધને કારણે પાકિસ્તાનની ભૂંડી હાલત 2 - image



Source link

Related Articles

Back to top button